Home /News /national-international /Digital Health ID Card: ઘરે બેઠા આ રીતે બનાવો તમારું કાર્ડ, જાણો તેનાથી શું ફાયદા થશે
Digital Health ID Card: ઘરે બેઠા આ રીતે બનાવો તમારું કાર્ડ, જાણો તેનાથી શું ફાયદા થશે
ડિજીટલ હેલ્થ આઇડી કાર્ડ આધાર કાર્ડ (Aadhaar Card)ની જેમ એક યૂનિક આઇડી કાર્ડ હશે (પ્રતિકાત્મક તસવીર)
Digital Health ID Card 2021- ડિજીટલ હેલ્થ આઇડી કાર્ડ આધાર કાર્ડ (Aadhaar Card)ની જેમ એક યૂનિક આઇડી કાર્ડ હશે, જે તમને હેલ્થ રેકોર્ડ મેન્ટેઇન રાખવામાં મદદ કરશે
કેન્દ્ર સરકાર દ્વારા લોકોના આરોગ્યની જાળવણી માટે પ્રયાસો કરવામાં આવે છે. જેના અનુસંધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi)થોડા સમય પહેલા જ આયુષ્યમાન ભારત ડીજીટલ મિશન (Ayushman Bharat Digital Mission)ની શરૂઆત કરી હતી. જેમાં લોકોને ડિજીટલ હેલ્થ આઇડી(Health ID) આપવામાં આવશે. ડિજીટલ હેલ્થ આઇડી કાર્ડ (Digital Health ID Card) દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને વધુ સરળતા પડશે. તેમાં તેમના સ્વાસ્થ્યને લગતા રેકોર્ડ રહેશે.
શું છે ડિજીટલ હેલ્થ આઇડી કાર્ડ(Digital Health ID Card)?
ડિજીટલ હેલ્થ આઇડી કાર્ડ આધાર કાર્ડ (Aadhaar Card)ની જેમ એક યૂનિક આઇડી કાર્ડ હશે, જે તમને હેલ્થ રેકોર્ડ મેન્ટેઇન રાખવામાં મદદ કરશે. તે તમારી પર્સનલ ડિટેલ્સ દ્વારા બનાવવામાં આવશે. આધાર કાર્ડ કે સિટીઝનના મોબાઇલ નંબર દ્વારા આઇડી બનાવવામાં આવશે અને હેલ્થ રેકોર્ડ જાળવવા માટે આઇડેન્ટિફાયર તરીકે કામ કરશે. સિસ્ટમ ડેમોગ્રાફિક અને લોકેશન, ફેમિલી/સંબંધ તથા કોન્ટેક્ટ સહિત તમામ જરૂરી જાણકારી પણ એકત્ર કરશે. સિટિઝનની અનુમતિ મેળવ્યા બાદ આ જાણકારીને હેલ્થ આઇડી સાથે જોડવામાં આવશે. તેમાં તમારી બીમારી, સારવાર અને મેડિકલ ટેસ્ટ સંબંધિત તમામ જાણકારી ઉપલબ્ધ હશે. આ કાર્ડમાં તમને 14 આંકડાનો એક નંબર મળશે અને તેના દ્વારા કોઇ પણ દર્દીની મેડિકલ હિસ્ટ્રી જાણી શકાશે. આ ડિજીટલ હેલ્થ કાર્ડમાં દર્દીની મેડિકલ હિસ્ટ્રી રાખવા માટે હોસ્પિટલ અને ડોક્ટર્સને સેન્ટ્રલ સર્વર સાથે જોડવામાં આવશે. તેના માટે રજીસ્ટ્રેશન થશે.
કઇ રીતે કામ કરે છે Unique Digital Health ID કાર્ડ?
આ યોજનામાં યૂનિક ડિજીટલ હેલ્થ આઇડી, પ્રોફેશનલ રજીસ્ટ્રી, હેલ્થ ફેસિલિટી રજીસ્ટ્રી અને ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ જેવા ચાર જરૂરી બ્લોક સામેલ છે. સ્કીમનો પહેલો ઉદ્દેશ્ય આ ચાર બ્લોક દ્વારા સ્વાસ્થ્ય સેવા માટે ડિજીટલ એન્વાયરમેન્ટ બનાવવાનો છે.
1. સૌથી પહેલા નેશનલ ડિજીટલ હેલ્થ મિશનની વેબસાઇટ ndhm.gov.in પર જાવ.
2. યૂનીક ડિજીટલ હેલ્થ કાર્ડ બનાવવાનું ઓપ્શન (Create Health ID) દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરતા જ તમારું કાર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ જશે.
3. અહીં કાર્ડ બનાવવા આધાર કે મોબાઇલ નંબરમાંથી કોઇ એક પસંદ કરો.
4. આધાર કે મોબાઇલ નંબર નાખવા પર ઓટીપી મળશે. જે ભરીને વેરિફાઇ કરવાનો રહેશે.
5. હવે તમારી સામે ફોર્મ ખુલશે, જેમાં તમારે તમારા પ્રોફાઇલ માટે એક ફોટો, જન્મ તારીખ અને સરનામા સહિત અમુક જાણકારી દાખલ કરવાની રહેશે.
6. તમામ જાણકારી આપ્યા બાદ તમારું ડિજીટલ હેલ્થ કાર્ડ બનીને તૈયાર થઇ જશે. જેને તમે ડાઉનલોડ કરી શકશો. આ કાર્ડમાં એક ક્યૂઆર કોડ પણ હશે.
આ કાર્ડથી શું ફાયદાઓ થશે?
ડિજીટલ કાર્ડનો સૌથી મોટો ફાયદો તે છે કે તમારે ડોક્ટરના જૂના પ્રિસ્ક્રિપ્શન અને રિપોર્ટ સાચવવાની કે સાથે લઇ જવાની જરૂર પડશે નહીં. આ ઉપરાંત રિપોર્ટ કે પ્રિસ્ક્રિપ્શન ખોવાઇ ગયું હોય તો પણ સમસ્યા નહીં થાય. આ રીત પૈસા અને સમય બંને બચશે. દેશના કોઇ પણ ભાગમાં સારવાર કરાવશો તો ડોક્ટર યૂનિક આઇડી નંબરથી તમારી મેડિકલ હિસ્ટ્રી સરળતાથી જાણી શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર