જમ્મુ-કાશ્મીર : DSPને આતંકીઓ સાથે જોઈને DIGએ ગુમાવ્યો હતો પિત્તો, મારી દીધી હતી થપ્પડ

News18 Gujarati
Updated: January 15, 2020, 8:55 AM IST
જમ્મુ-કાશ્મીર : DSPને આતંકીઓ સાથે જોઈને DIGએ ગુમાવ્યો હતો પિત્તો, મારી દીધી હતી થપ્પડ
દવિન્દર સિંહ (ફાઇલ તસવીર)

કાશ્મીરમાં ડીએસપી દવિન્દર સિંહ સાથે પકડાયેલા બંને આતંકીઓ ગણતંત્ર દિવસ પર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. સૂત્રોના કહેવા પ્રમાણે આતંકીઓ પંજાબ, દિલ્હી, ચંદીગઢ અને જમ્મુમાં મોટો આતંકી હુમલો કરવાનું ષડયંત્ર ઘડી રહ્યા હતા.

  • Share this:
શ્રીનગર : દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ સાથે ધરપકડ કરવામાં આવેલા ડીએસપી દવિન્દર સિંહ (DSP Davinder Singh) સાથે ઇન્ટેલિજન્સ એજન્સી પૂછપરછ કરી રહી છે. દવિન્દર સિંહની ધરપકડથી જમ્મુ-કાશ્મીર પોલીસની વિશ્વસનિયતા પર સવાલ ઉભા થયા છે. આ જ કારણ છે કે જ્યારે મીરા રોડ પર કારમાં હિઝબુલના આતંકીઓ સાથે દવિન્દર સિંહને બેઠેલા જોઈને ડેપ્યૂટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) અતુલ ગોયલે પિત્તો ગુમાવી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમણે જૂનિયર ઓફિસરનોની હાજરીમાં જ સિંહને થપ્પડ મારી દીધી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે દક્ષિણ કાશ્મીરમાં એક અન્ય પોલીસ અધિકારીએ પણ જણાવ્યું કે જો શનિવારે સાંજે જરા પણ મોડું થયું હોત તો ડીએસપી દવિન્દર સિંહ આતંકીઓને કાશ્મીર બહાર મોકલવામાં સફળ રહેતા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, 'તેમની કાર ખૂબ ઝડપમાં હતી. જો તેઓ જવાહર ટનલ પાર કરીને બનિહાલ પહોંચી જતા તો તેમને રોકવાનું કામ મુશ્કેલ બની જતું. બનિહાલ જમ્મુનું પ્રવેશ દ્વાર છે.'

આ પણ વાંચો : દવિંદર સિંહ પર J&K પોલીસની સ્પષ્ટતા, ગૃહ મંત્રાલય તરફથી નથી મળ્યો કોઇ મેડલ

કારમાંથી મળી બે AK-47 રાઇફલ

ડીએસપી દવિન્દર સિંહ શ્રીનગર એરપોર્ટ પર એન્ટી હાઇજેકિંગ સ્ક્વૉડમાં તહેનાત હતા. ધરપકડ બાદ તેમની કારની તપાસ કરવામાં આવી હતી. કારમાંથી બે એકે-47 રાઇફલ મળી હતી, જ્યારે તેમના ઘરે તપાસ દરમિયાન એક-47 અને બે પિસ્ટલ મળી આવી હતી. તપાસમાં માલુમ પડ્યું છે કે ડીએસપીની ધરપકડના એક દિવસ પહેલા હિઝબુલના આતંકીઓ નવીદ બાબૂ, અલ્તાફ અને તેમની સાથે ઇરફાનને તેમના ઘરે આશરો આપ્યો હતો, અહીં તેમની આગતા સ્વાગતા કરવામાં આવી હતી. ઇરફાન વકીલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે આતંકી નવીદ બાબૂ અને અલ્તાફને ડીએસપી દવિન્દર સિંહના ઘરે લઈને આવ્યો હતો. શનિવારે આ તમામની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આર્મી બૅઝ પાસે આલીશાન ઘર બનાવી રહ્યો હતો આતંકવાદીઓ સાથે પકડાયેલો DSP

કેવી રીતે ધરપકડ કરવામાં આવી હતી?

જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે રવિવારે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, 'એસપીને બાતમી મળી હતી કે i10 કારમાં બે આતંકીઓ જમ્મુ તરફ જઈ રહ્યા છે. ગાડી ખૂબ સ્પીડમાં હતી. એવામાં એસપી શોપિયાંએ મને સૂચના આપી હતી. જે બાદમાં મેં ડીઆઈજી સાઉથ કાશ્મીરને એ વિસ્તારમાં ઘેરાબંધી કરવાનો આદેશ કર્યો હતો.'

આઇજીના જણાવ્યા પ્રમાણે, 'જ્યારે કારને રોકવામાં આવી હતી ત્યારે પોલીસવાળા હેરાન થઈ ગયા હતા. અંદર ત્રણ લોકો સાથે ડીએસપી દવિન્દર સિંહ હતા. ગાડીમાં સવાર તમામ લોકોએ પાઘડી પહેરી રાખી હતી. આવું કરવાનું કારણ કોઈને શંકા ન પડે તેવું હતું. ડીએસપી સાથેના વ્યક્તિ હિઝબુલના આતંકી નવીદ બાબૂ, અલ્તાફ અને વકીલ ઇરફાન મીર હતા.'
First published: January 15, 2020, 8:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading