Home /News /national-international /અડવાણીએ માન્યું, ગુજરાત રમખાણ બાદ મોદીના રાજીનામા પર અટલજી સાથે થયા હતા મતભેદ

અડવાણીએ માન્યું, ગુજરાત રમખાણ બાદ મોદીના રાજીનામા પર અટલજી સાથે થયા હતા મતભેદ

ફાઈલ ફોટો

મોદીએ ત્યાગપત્ર આપવાની વાત કરી ત્યારે સભાગારમાં રાજીનામું ના આપોના સ્વર ગૂંજી ઉઠ્યા. આ પ્રકારે પાર્ટીની અંદર આ મુદ્દે ચર્ચાનો અંત આવી ગયો.

ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે રાજીનામું માંગવાને લઈ તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયી અને વરિષ્ઠ ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણી વચ્ચે મતભેદ થયા હતા. અડવાણીએ પોતાના એક તાજા લેખમાં આ વાત કરી છે.

અડવાણીએ સાહિત્ય અમૃત પત્રિકાના અટલ સ્મૃતિ એકમાં પોતાના લેખ એક કવિ હૃદય રાજનેતામાં એવા બે ઉદાહરણ આપ્યા છે, જ્યારે અટલ બિહારી બાજપાઈ વચ્ચે તેમને મતભેદ થયા હતા. એક વિષય ત્યારનો છે જ્યારે 2002માં ગોધરા કારસેવકો સાથે જોડાયેલી ઘટના બાદ ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા ભડકી હતી. આ ઘટનાના કારણે વિરોધી પાર્ટીઓએ મોદીના રાજીનામાની માંગ કરી હતી.

અટલ બિહારી બાજપાયી સાથે ઘનિષ્ઠ મિત્રતાનો ઉલ્લેખ કરી અડવાણીએ પોતાના લેખમાં કહ્યું છે કે, ભાજપા અને સત્તારૂઢ રાજગમાં કેટલાક લોકો વિચારવા લાગ્યા કે, મોદીએ પદ છોડી દેવું જોઈએ, તો પણ આ વિષય પર મારો વિચાર બિલકુલ અલગ હતો.

અડવાણીએ લખ્યું છે કે, ત્યારે મે કહ્યું કે, જો નરેન્દ્ર મોદી દ્વારા પદ છોડવાથી ગુજરાતની સ્થિતિમાં સુધાર આવે છે તો, હું ઈચ્છીસ તેમને પદ છોડવાનું કહેવામાં આવે, પરંતુ હું નથી માનતો કે, આનાથી કઈં ફાયદો થશે.

પૂર્વ ઉપપ્રધાનમંત્રી પોતાના લેખમાં આ ઘટનાક્રમ વિસ્તારથી જણાવે છે કે, આ મુદ્દે તેમણે નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી અને તેમણે રાજીનામું આપવાનો પ્રસ્તાવ રાખવો જોઈએ, અને તે તત્પરતાથી મારી વાત માની પણ ગયા.

તેમણે કહ્યું કે, પરંતુ જ્યારે મોદીએ ત્યાગપત્ર આપવાની વાત કરી ત્યારે સભાગારમાં રાજીનામું ના આપોના સ્વર ગૂંજી ઉઠ્યા. આ પ્રકારે પાર્ટીની અંદર આ મુદ્દે ચર્ચાનો અંત આવી ગયો.
First published:

Tags: After, Between, Resignation, અડવાણી, ગુજરાત હિંસા, મોદી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો