Home /News /national-international /

Explained: મતદારોને મજબૂત કરવા NOTAનું સ્થાન લેશે RTR? જાણો શું છે આ RTR,ચૂંટણીમાં શું બદલાશે?

Explained: મતદારોને મજબૂત કરવા NOTAનું સ્થાન લેશે RTR? જાણો શું છે આ RTR,ચૂંટણીમાં શું બદલાશે?

પ્રતિકાત્મક તસવીર

નોટાના આગમન સાથે રાજકીય પક્ષો પર વધુ સારા ઉમેદવારો ઉભા કરવાનું દબાણ વધ્યું હતુ, પરંતુ આજદિન સુધી કોઈ ખાસ ફરક પડ્યો નથી

  ચૂંટણી મતદાન આજકાલ નિરસ બની રહ્યું છે. આજના ડિજિટલ જમાનામાં પણ ચૂંટણી પંચ વધુને વધુ લોકોને મતદાન માટે પ્રેરે છે, પરંતુ અનેક પ્રયાસો છતાં મતદારોને મતદાન મથક સુધી ખેંચવામાં ચૂંટણી પંચ, રાજકીય પક્ષો અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ નિષ્ફળ જ નીવડી છે. ભારતીય ચૂંટણી પ્રણાલીને મજબૂત કરવા માટે નોટા (NOTA-None Of The Above)નો વિકલ્પ પણ આપ્યો હોવા છતાં મતદાનની સરેરાશ ઉપર આવી રહી નથી. આ સિવાય નોટા માટેના હળવા નિયમો અને જાગૃકતાનો અભાવ નોટાના કામને વધુ કારગર નથી બનાવી રહ્યો.

  આપણા મતવિસ્તારમાં ઉભેલ ઉમેદવાર ન ગમતો હોય તો આપણે નોટાને મત આપીને મતદાનનો ઉપયોગ કરી આપણો વિરોધ દર્શાવી શકીએ છીએ. પરંતુ અંતે નોટાના નિયમ અનુસાર સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર જ વિજેતા ગણાશે, ભલે ને નોટાના મત જીતેલા ઉમેદવારના મત કરતા વધુ હોય. આ વિરોધાભાસને દુર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે નોટાના મત જીતેલા ઉમેદવાર કરતા વધુ હોય તો ચૂંટણી જ રદ થવી જોઈએ. નોટોના વધુ મત સૂચવે છે કે મતવિસ્તારમાં ચૂંટણી માટે ઉભા રાખવામાં આવેલ ઉમેદવાર પ્રજાને ગ્રાહ્ય નથી.

  આ સિવાય વધુ એક ત્રુટી વિરૂદ્ધ પણ સવાલ ઉભો થયો હતો કે આ જે ઉમેદવારોને પ્રજા દ્વારા રીજેક્ટ કરવામાં આવ્યા છે, તેઓ ફરી ચૂંટણી ન લડી શકે. સુપ્રીમ કોર્ટમાં અરજદારે કહ્યું છે એક વખત રીજેક્ટ કરેલ ઉમેદવારને ફરી વખત ચૂંટણી થાય તો ગેરલાયક જ ઠેરવવો. જેથી રાજકીય પાર્ટીઓ તેવા નામંજૂર થયેલ ઉમેદાવારોને ફરી ટિકિટ ન આપે અને અન્ય સારા વિકલ્પ પ્રજા સમક્ષ મુકી શકે. રાજકીય પાર્ટીને નોટાને હળવામાં ન લે.

  આ પણ વાંચો - તમારા ફેસબુક એકાઉન્ટની સુરક્ષા માટે મહત્વના સમાચાર! આજથી બદલાઈ રહ્યો છે આ નિયમ

  સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ એ બોબડના નેજા હેઠળની ત્રણ જજોની પેનલે આ બાબતનું સંજ્ઞાન લઈને જાહેર હિતની અરજી સ્વીકારી સુનાવણી શરૂ કરી છે અને કેન્દ્ર સરકાર-ચૂંટણી પંચને નોટિસ આપી જવાબ માંગ્યો છે. જનહિતની અરજીમાં નોટાને મજબૂત કરીને રાઈટ ટૂ રીજેક્ટ (Right to Reject)નો અધિકાર મતદારોને આપવા અરજ કરવામાં આવી છે.

  નોટાના આગમન સાથે રાજકીય પક્ષો પર વધુ સારા ઉમેદવારો ઉભા કરવાનું દબાણ વધ્યું હતુ, પરંતુ આજદિન સુધી કોઈ ખાસ ફરક પડ્યો નથી. હાલની સ્થિતિમાં નોટા પછી પણ જે ઉમેદવારને સૌથી વધુ મત મળે છે તે ઉમેદવાર વિજેતા ગણાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ વિસ્તારમાં કુલ 1000 મત છે. તેમાંથી 900 માત્ર નોટામાં જાય અને બાકીના 100 મતમાં સૌથી વધુ મત જે ઉમેદવારને મળે તે જીતેલો ગણાય. એટલેકે 60 મત એક ઉમેદવારને મળે તો પણ તે 1000 મતદારોનો પ્રતિનિધિ ગણાય,જે એક ગેરવ્યાજબી વાત છે.

  રાઈટ ટૂ રીજેક્ટથી શું બદલાશે?

  રાઇટ ટૂ રીજેક્ટથી હાલની સ્થિતિ, હળવા નિયમ બદલાશે અને સૌથી મોટી વાત છે કે પરિવર્તન આવશે. સમય જતા રાઈટ ટૂ રીજેક્ટમાં પણ ફેરફાર આવશ્યક હશે તો તેમાં પણ બદલાવ થઈ શકે છે. પરંતુ, હાલની આ પ્રણાલી તદ્દન નિરર્થક અને ગાણીતિક પણ વ્યાજબી નથી.

  અત્યારે જે લોકો પક્ષોથી કે ઉમેદવારોથી નારાજ છે, તેઓ મતદાન સમયે નોટા દબાવતા હોય છે અને ઘણા લોકો એવા છે કે જેઓ નારાજગીને લીધે મતદાન કરવા જતા નથી. કારણ કે તેઓ જાણે છે કે નોટાને દબાવ્યા પછી પણ કેટલાક ઉમેદવાર જીતી જશે. બીજી તરફ જો રાઇટ ટૂ રીજેક્ટ આવશે તો પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર થશે. એકવાર નામંજૂર થયેલ લોકો બીજી વખત ચૂંટણીમાં ઉમેદવારી દર્શાવી નહીં શકે. પક્ષો પર પણ દબાણ આવશે કે તેઓ શ્રેષ્ઠ ઉમેદવારો ઉતારે અને એજન્ડા સ્પષ્ટ રાખે.

  અન્ય વિકલ્પો?

  નોટાની સાથે સાથે રાઇટ ટૂ રીજેક્ટ અંગે પણ ભૂતકાળમાં ઘણી વાતો થઈ છે. વર્ષ 1999માં કાયદા પંચે કહ્યું હતું કે ચૂંટણીમાં કુલ મતના 50 ટકાથી વધુ મત ધરાવનારને જ વિજેતા જાહેર કરવો વ્યાજબી ગણાય, એટલે કે મહત્તમ લોકોને જનપ્રતિનિધિ બની શકે. વર્ષ 2004માં ચૂંટણી પંચે ચૂંટણી સંહિતામાં ફેરફારની વાત કરતા રાઇટ ટૂ રીજેક્ટના નિયમને નોટા કરતા વધુ પ્રાધાન્ય આપ્યું હતુ. જોકે તેના પર કંઈ જ થઈ શક્યું નથી.
  First published:

  Tags: Election commission, NOTA, Right To Reject, ચૂંટણી

  આગામી સમાચાર