તસવીર બતાવી અમિત શાહે કહ્યું - હું નહીં નેહરુ, રાજીવ ગાંધી બેઠા હતા ટાગોરની ખુરશી પર

તસવીર બતાવી અમિત શાહે કહ્યું - હું નહીં નેહરુ, રાજીવ ગાંધી બેઠા હતા ટાગોરની ખુરશી પર
અમિત શાહ

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના આરોપ પર અમિત શાહે સાબિતી સાથે જવાબ આપ્યો

 • Share this:
  નવી દિલ્હી : બંગાળ વિધાનસભાની ચૂંટણી (Bengal Election 2021)હવે વધારે દૂર નથી. આવા સમયે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને (Rabindranath Tagore) લઈને રાજનીતિક પાર્ટીઓ વચ્ચે વાકપ્રહાર વધી રહ્યો છે. આ ક્રમમાં મંગળવારે લોકસભામાં ફરી એક વખત રવિન્દ્રનાથ ટાગોરની ખુરશી પર બેસવાને લઈને પ્રહાર થયો હતો. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ (Adhir Ranjan Chowdhury)સોમવારે ગૃહમંત્રી પર આરોપ લગાવ્યો હતો કે હાલમાં શાંતિનિકેતન પ્રવાસ પર અમિત શાહ (Amit Shah)ટાગોરની ખુરશી પર બેઠા હતા. આ આરોપ પર મંગળવારે અમિત શાહે સાબિતી સાથે જવાબ આપ્યો હતો અને કહ્યું કે તે ખુરશી પર બેઠા ન હતા. જોકે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ અને રાજીવ ગાંધી બેઠા હતા.

  ગૃહમંત્રી અમિત શાહે દસ્તાવેજ બતાવતા કહ્યું કે આ વિશ્વ ભારતીના ઉપ કુલપતિનો પત્ર છે. મેં તેમને કહ્યું હતું કે બધા ફોટા અને વીડિયોનું એનાલિસિસ કરીને બતાવવામાં આવે કે હું ક્યાં બેઠો છું? તેમણે સ્પષ્ટ કર્યું કે આવી કોઈ ઘટના થઈ નથી. હું એક બારી પાસે બેઠો હતો, જ્યાં કોઈપણ બેસી શકે છે.  આ પણ વાંચો - નારણપુરામાં ભાજપના બ્રિંદા સુરતી બિનહરીફ ચૂંટાયા, કોંગ્રેસના ચંદ્રિકા બેને ફોર્મ પાછુ ખેચ્યું

  અમિત શાહે કહ્યું કે જ્યાં તે બેઠા હતા તે સ્થાન પર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ બેઠા છે, પ્રણવ દા પણ બેઠા છે, રાજીવ ગાંધી બેઠા છે અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ પણ સ્મારિકામાં ત્યાં બેસીને પોતાની ટિપ્પણી લખી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારે આપણે સદનમાં વાત કરીએ છીએ તો પહેલા તથ્યોની તપાસ કરવી જોઈએ. સોશિયલ મીડિયાની અફવાઓથી સદનની ગરિમાની ક્ષતિ થાય છે.

  કોંગ્રેસ નેતા પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે હું તેમાં તેમને દોષ આપતો નથી, તેમની પાર્ટીનું બેકગ્રાઉન્ડ જ એવું છે. તસવીર બતાવતા અમિત શાહે કહ્યું કે મારી પાસે બે ફોટોગ્રાફ છે. એકમાં જવાહરલાલ નેહરુ ટાગોરની ખુરશી પર બેઠા છે. આ ફોટોગ્રાફ રેકોર્ડમાં છે. બીજી તસવીરમાં રાજીવ ગાંધી તો ટાગોરના સોફા પર બેસીને આરામથી ચા પી રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:February 09, 2021, 21:34 pm