શું તુર્કીએ PM મોદીને સૌથી મહાન નેતા કહેતા બહાર પાડી ટપાલ ટિકિટ? જાણો સાચી હકીકત

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનાવાલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના કેન્દ્રીય યૂનિટન હેન્ડલને ટેગ કરવામાં આવ્યા હતા

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ભાજપના આસામ યૂનિટના ટ્વીટર હેન્ડલથી 28 ડિસેમ્બરે ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી કે, 'માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તુર્કીએ પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડી છે. આ દુનિયાના મહાનતમ નેતાઓમાં પૈકીના એક માટે સન્માન છે.'

  ભાજપના આસામ યૂનિટ તરફથી જાહેર તસવીરમાં દેખાઈ રહ્યું છે કે પીએમ મોદીની તસવીરવાળી ટપાલ ટિકિટ છે. પરંતુ આ તસવીરની સાચી હકીકત કંઈક જુદી જ છે. ટ્વીટર પર જાહેર આ તસવીરની સાથે જે લાઇન લખવામાં આવી છે તે હકીકલતથી બિલકુલ અલગ છે.

  આ ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનાવાલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના કેન્દ્રીય યૂનિટન હેન્ડલને ટેગ કરવામાં આવ્યા હતા.


  ભાજપના આસામ યૂનિટ તરફથી જાહેર તસવીરમાં દેખાઈ રહ્યું છે કે પીએમ મોદીની તસવીરવાળી ટપાલ ટિકિટ છે. એ સત્ય છે કે વડાપ્રધાન મોદીના સન્માનમાં તુર્કીએ એક ટપાલ ટિકિટ બહાર પાડી છે, જેની પર પીએમ મોદીનું નામ અને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખ્યું છે. તેની સાથે જ આ ટિકિટ પર રાષ્ટ્રધ્વજ પણ છે, પરંતુ ટ્વીટના સંબંધમાં જે લખવામાં આવ્યું છે તે હકીકતથી જુદું છે.

  આસામ ભાજપ તરફથી પહેલું ટ્વીટ હટાવી દેવામાં આવ્યુ અને ફરી એક ટ્વીટ કરવામાં આવ્યું. ફરી કરવામાં આવેલા ટ્વીટમાં તસવીર તો એ જ રાખવામાં આવી છે પણ કેપ્શન બદલવામાં આવ્યું હતું. આ વખતે તસવીરના કેપ્શનમાં લખ્યું છે, 'તુર્કીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પર પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડી છે. આ દેશ અને ભારતીય રાજકારણના મહાનતમ નેતા માટે સન્માનની વાત છે.'


  પીએમ મોદી પર બહાર પાડેલી ટિકિટ પર 2.80 લીરા (તુર્કીની કરન્સી) પણ લખવામાં આવી છે. ભાજપના આસામ યૂનિટ તરફથી પહેલા ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે તુર્કીએ દુનિયાના મહા નેતા કહ્યા છે પરંતુ તે સાચું નથી.

  આ ટિકિટ વર્ષ 2015માં ત્રણ વર્ષ પહેલા અંતાલિયામાં યોજાયેલીા G-20 સંમેલન દરમિયાનની છે. ઉલ્લેખનીય છે કે, આ ટિકિટ માત્ર પીએમ મોદી માટે નહીં પરંતુ તુર્કી સમિટમાં ભાગ લેવા આવેલા તમામ દેશનો રાષ્ટ્રધ્યક્ષ માટે બહાર પાડવામાં આવી હતી.


  તસવીરમાં તમે જોઈ શકો છો કે કુલ 33 રાષ્ટ્રધ્યક્ષો પર ટિકિટ બહાર પાડવામાં આવી છે. જે નેતાઓ પર ટિકિટ બહાર પાડવામાં આવી હતી તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઓસ્ટ્રેલિયાન પૂર્વ પીએમ મેલકમ ટર્નબુલ, બ્રાઝીલના પૂર્વ પીએમ દિલમા રુજેફ, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, બ્રિટનના પૂર્વ પીએમ ડેવિડ કેમરન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, જાપાની પીએમ શિંજો આબે અને યૂરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્ક સામેલ હતા.
  Published by:Mrunal Bhojak
  First published: