નવી દિલ્હી: રામ નવમી પર રવિવારે પશ્ચિમ બંગાળમાં વિશ્વ હિન્દુ પરિષદ (RSS)ની યુવા શાખા બજરંગ દળની એક રેલીમાં હથિયાર લહેરાવ્યાની ઘટના બની હતી. જેમાં વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. આ મામલે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે RSS અને BJP પર કટાક્ષ કર્યો છે. મમતાએ કહ્યું કે, હથિયાર પર બેન લગાવ્યા છતા પણ તે રેલીમાં લાવવામાં આવ્યાં.. શું તમે ક્યારેય રામને બંદૂક કે તલવાર સાથે જોયા છે?
મમતા બેનર્જીએ કહ્યું કે, રેલીમાં હથિયાર લહેરાવવા બંગાળનાં કલ્ચરમાં ક્યારેય નથી. તેમણે રાજ્ય પ્રશાસનને આદેશ આપ્યા કે રામ નવમીની રેલી દરમિયાન
હથિયાર લઇને આવેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરો.
ખરેખરમાં રવિવારે બંગાળનાં પુરુલિયા વિસ્તારમાં બજરંગ દળનાં સભ્યોએ તલવાર લહેરાવતા રેલી કાઢી હતી. રેલીમાં શામેલ યુવા હાથમાં તલવાર લઇને 'જય શ્રીરામ'નાં નારા લગાવતા હતાં. સોર્સિસની માનીયે તો, પોલીસ પ્રશાસન તરફથી આ રેલીની અનુમતિ આપવામાં આવી ન હતી. સિલીગુડીમાં પણ રામ મંદિર મહોત્વસ સમિતિએ તલવાર સાથે રેલી કાઢી હતી. આ ઉપરાંત બર્દમાન જિલ્લામાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવેલા રામ નવમીનાં પંડાલમાં કેટલાંક ગુંડા તત્વોએ હુમલો કરી દીધો હતો. આ ઘટના પાછળ TMCનાં કાર્યકર્તાઓનો હાથ હોવાનું તેમનું માનવું છે.
આપને જણાવી દઇએ કે, રવિવારે બંગાળ ભાજપ પ્રદેશ પ્રભારી દિલીપ ઘોષે કહ્યું હતું કે, રેલીમાં પારંપરિક હિન્દુ હથિયાર પણ હશે. પણ તેમની લોકેશન કે સંખ્યા
જણાવી ન હતી. જ્યારે પાર્ટીની મહિલા વિંગની ચેરપર્સન લોકેટ ચેટર્જી ત્રિશૂળ લઇને પહોંચી હતી. પાર્ટીનાં રાષ્ટ્રિય સચિવ રાહુલ સિન્હા પણ હથિયાર લઇને આવ્યા હતાં.
પુરૂલિયા જિલ્લામાં રામ નવમીની રેલીમાં બે જૂથ વચ્ચે સંધર્ષ દરમિયાન એક વ્યક્તિનું મોત થઇ ગયુ હતું. જ્યારે પાંચ પોલીસ કર્મી ઘાયલ થયા હતાં હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર