ઉત્તર કોરિયાએ ફરી 2 બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. (તસવીરઃ એપી)
North Korea Vs South Korea: ઉત્તર કોરિયાના પરીક્ષણોમાં પરમાણુ ડ્રોન પણ સામેલ હતા. ઉત્તર કોરિયાનો દાવો છે કે, તે નૌકાદળના જહાજો અને બંદરોને નષ્ટ કરવામાં સક્ષમ છે. તમને જણાવી દઈએ કે, 2022માં 70થી વધુ મિસાઈલો લોન્ચ કરીને ઉત્તર કોરિયાએ હથિયારોના પરીક્ષણમાં રેકોર્ડ બનાવ્યો છે.
સિયોલ: ઉત્તર કોરિયાએ સોમવારે ફરીથી તેના પૂર્વ કિનારે પાણીની તરફ બે ટૂંકી રેન્જની બેલેસ્ટિક મિસાઇલો છોડી છે, જેણે દક્ષિણ કોરિયા અને યુએસની ચિંતામાં વધારો કર્યો છે. કિમ જોંગ-ઉનના વારંવાર શસ્ત્રોના પરીક્ષણો પર ભય વધી રહ્યો છે, કારણ કે, US દક્ષિણ સાથે તેની સૈન્ય કવાયતને વેગ આપવા માટે પડોશીના પાણીમાં એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક જૂથ તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે.
એપીના અહેવાલ અનુસાર, દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે કહ્યું કે. ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગે પશ્ચિમી અંતરિયાળમાંથી મિસાઈલ છોડી હતી. આ મિસાઇલો ક્રોસ-કન્ટ્રીમાં ઉડી હતી, પરંતુ આ અંગે વધુ માહિતી મળી નથી.
જાપાનના કોસ્ટ ગાર્ડે આ અંગે જણાવ્યું હતું કે, બંને મિસાઈલો જાપાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની બહાર પડી હોવાનું માનવામાં આવે છે. આ મહિનામાં ઉત્તર કોરિયાનું આ સાતમું મિસાઈલ પરીક્ષણ હતું, જે ક્ષેત્રમાં તણાવ વધારવા માટે જવાબદાર છે. આ ઘટના બાદથી અમેરિકા અને દક્ષિણ કોરિયાની સંયુક્ત સૈન્ય કવાયત તેજ કરવામાં આવી છે.
ઉત્તર કોરિયાએ આ વર્ષે 11 શસ્ત્ર પ્રક્ષેપણ કાર્યક્રમોમાં 20 થી વધુ બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલો છોડી છે. આ મહિને ઉત્તર કોરિયાના પ્રક્ષેપણમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ અને ટૂંકા અંતરના વોરહેડ્સનો પણ સમાવેશ થાય છે જેનો હેતુ દક્ષિણ કોરિયાના મિસાઇલ સંરક્ષણને છીનવી લેવાનો હતો કારણ કે તે દક્ષિણ કોરિયા અને યુએસ મેઇનલેન્ડ બંને પર પરમાણુ હુમલાઓ કરી શકે છે.
ઉત્તર કોરિયાના પરીક્ષણોમાં પરમાણુ ડ્રોન પણ સામેલ હતા. ઉત્તર કોરિયાનો દાવો છે કે તે નૌકાદળના જહાજો અને બંદરોને નષ્ટ કરવામાં સક્ષમ છે. 2022માં 70થી વધુ મિસાઈલો લોન્ચ કરીને ઉત્તર કોરિયાએ હથિયારોના પરીક્ષણમાં રેકોર્ડ બનાવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર