અમેરિકન અંતરીક્ષ એજન્સી નાસાએ એલાન કર્યું છે કે, આજે રાત્રે પૃથ્વીની કક્ષાની પાસેથી ધૂમકેતુ પસાર થશે. પરંતુ, તેમાંથી કોઈ પૃથ્વી સાથે ટકરાશે નહી. નાસાએ જણાવ્યું કે, વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્ઝ ખલીફા જેટલો મોટો ધૂમકેતુ 2000 QW7 અને 2010 C01 પૃથ્વી અને ચંદ્રમા વચ્ચે થઈ પસાર થશે, પરંતુ તે ટકરાશે તેનું અનુમાન છે.
નાસાએ જણાવ્યું કે, મીડિયમ સાઈઝના આ બે ધૂમકેતુ 13-14 સપ્ટેમ્બરે રાત્રે પૃથ્વીની બાજુ પરથી પસાર થશે. તેમણે કહ્યું કે, અમે બંને પર નજર રાખી રહ્યા છીએ પરંતુ, બંનેના ઓરબીટની તપાસ બાદ અમે કહી શકીએ છીએ કે, તેમાંથી કોઈ પણના કારણે પૃથ્વીને ખતરો નથી. નાસાએ જણાવ્યું કે, વર્ષ 2000થી આ ધૂમકેતુ પર તેમની પૂરી નજર છે. નાસાએ કહ્યું કે, આ બંને ધૂમકેતુ પૃથ્વીથી 3.5 મિલિયન માઈલ દૂરથી પસાર થશે. જોકે, પહેલી વખત કોઈ ધૂમકેતુ પૃથ્વીથી આટલો નજીકથી પસાર થશે.
નાસાએ કહ્યું કે, 2010 C01 ધૂમકેતુ 400 થી 850 ફૂટનો છે, જે અમેરિકાના સમય અનુસાર (14 સપ્ટેમ્બર ભારતીય સમય અનુસાર) 13 સપ્ટેમ્બર રાત્રે 11.42 કલાકે પૃથ્વીની કક્ષા પાસેથી પસાર થશે. આ 2000 QW7 ધૂમકેતુ 950થી લઈ 2100 ફૂટ લાંબો છે. 2000 QW7 ધૂમકેતુ 14 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમયાનુસાર સાંજે 5.30 કલાકે પૃથ્વીની કક્ષાની પાસેથી પસાર થશે. નાસા અનુસાર, સોલર સિસ્ટમ બનવાનો સમયથી આ ધૂમકેતુ આવા જ છે. તેમાં કોઈ ફેરફાર નથી આવ્યો. જોકે, આ વખતે તે પૃથ્વીની કક્ષાના 30 મીલિયન માઈલની કક્ષાથી અંદરથી પસાર થશે.
'ગોડ ઓફ કેઓસ'નું ટકરાવવાનો ખતરો તમને જણાવી દઈએ કે, અગામી 10 વર્ષમાં ધૂમકેતુ 99942 અપોફિસ પૃથ્વી કક્ષાની એકદમ નજીકથી પસાર થશે. તેને 'ગોડ ઓફ કેઓસ' નામ આપવામાં આવ્યું છે. આ ધૂમકેતુ 340 મીટર લાંબો છે, અને પૃથ્વીના સતહથી માત્ર 19 હજાર માઈલના અંતરથી પસાર થશે. જો અપોફિસ પૃથ્વી સાથે ટકરાશે તો, તેના કારણે પૃથ્વી પર ભારે તાબાહી થશે. 'ગોડ ઓફ કેઓસ'ને પહોંચી વળવા માટે નાસાએ તૈયારી શરૂ કરી દીધી છે.
'ગોડ ઓફ કેઓસ' આ સમયે 25 હજાર માઈલ પ્રતિકલાકની ઝડપે ચક્કર લગાવી રહ્યો છે. જો તે પોતાની પરિક્રમાના પથ પરથી ભટકે છે તો, પૃથ્વી સાથે તેની ટક્કર થઈ શકે છે. નાસા અનુસાર, વર્ષ 2029માં આ ધૂમકેતુ પૃથ્વીની પાસેથી પસાર થશે. આ ધૂમકેતુને લઈ ટેસ્લાના માલિક એલન મસ્કે પણ ચેતાવણી આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર