Crime News! પતિએ મિત્રો સાથે પત્ની પર કરાવ્યો ગેંગરેપ, જનનાંગમાં મરચું અને બામ લગાવી ક્રૂરતાની હદ પાર કરી

પ્રતિકાત્મક તસવીર

હેવાન બની ગયો પતિ, પત્નીને સબક શીખવાડવા પોતાની સામે જ મિત્રો પાસે પત્નીનો ગેંગરેપ કરાવ્યો, ત્યારબાદ ગુપ્તભાગે મરચું અને ઝંડુબામ લગાવી હેવાનીયતની હદ પાર કરી

  • Share this:
    ધોલપુર : જિલ્લાના બસેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતા પર કલંક સમાન ઘટના સામે આવી છે. અહીં એક પતિએ તેની પત્ની પર મિત્રો દ્વારા ગેંગરેપ કરાવ્યો છે, પતિની ક્રૂરતા આટલે જ ન અટલી, તેણે પત્નીના ગુપ્ત ભાગમાં મરચું અને બામ લગાવી ક્રૂરતાની તમામ હદ પાર કરી દીધી.

    પીડિતાએ છ મહિના પહેલા જ લગ્ન કર્યા હતાં. જ્યારે પતિની ક્રુરતાથી કંટાળી ગયેલી પીડિતાએ પીયરપક્ષને પતિની ક્રૂરતાની કહાની કીહી તો તેમના પણ હોશ ઉડી ગયા. પીડિતાએ હવે બસેડી પોલીસ સ્ટેશનમાં પતિ અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે પતિ અને તેના મિત્રો વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે.

    ધોલપુર નાયબ પોલીસ અધિક્ષક પરવેન્દ્ર મહેલાના જણાવ્યા અનુસાર, 23 વર્ષીય પીડિતાના લગ્ન 14 જાન્યુઆરી, 2021ના ​​રોજ થયાં હતાં. લગ્ન બાદ તેના સાસરિયાઓએ દહેજ માટે તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું હતું. દહેજની માંગ પૂરી ન થતાં પતિ અને અન્ય સાસરિયાઓએ તેને માર મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પીડિતાએ પોલીસ સ્ટેશને ફરીયાદમાં જણાવ્યું છે કે, 26 જૂનના રોજ રાત્રે 12 વાગ્યે તેના પતિ અજાણ્યા યુવકોને ઘરે લઇ આવ્યા હતા. આ યુવકોએ તેના મોઢામાં કપડાથી ડૂચો મારી તેના પતિની સામે જ બળાત્કાર ગુજાર્યો હતો.

    આ પણ વાંચોપ્રેમિકાથી કંટાળીને પ્રેમીએ 5 લોકોની કરી દીધી હત્યા, પાંચ મૃતદેહ ખાડામાં દફન કરી યુરિયાથી દાટી દીધા

    પીડિતાએ જણાવ્યું કે, બીજા દિવસે પણ પતિ અન્ય લોકોને ઘરે લઈ આવ્યો હતો. તેમણે તેની સાથે ગેંગરેપ પણ કર્યો હતો. આરોપીએ તેના ગુપ્તાંગમાં મરચું અને ઝંડુબામ લગાવીને બેભાન કરી દીધી હતા. બે દિવસ સુધી પતિએ હવસખોર મિત્રો સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

    આ પણ વાંચોરાજકોટમાં ચોંકાવનારો કિસ્સો : 'મારા પતિએ માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, બળજબરી દુષ્કર્મ પણ આચર્યું'

    પોલીસે આરોપીઓની શોધ શરૂ કરી

    આ હેવાનીયતથી ડરી ગયેલી પીડિતાએ મોકો મળતા જ પીયરમાં જાણકારી આપી હતી. બનાવની માહિતી મળતા જ, પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિતાના માતા-પિતા દીકરીના સાસરિયાના ઘરે પહોંચ્યા હતા. પુત્રીની હાલત જોઈને માતા-પિતા રડવા લાગ્યા. તે પુત્રીને લઈ બેસેડી પોલીસ મથકે પહોંચ્યા હતા અને જમાઇ તથા અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે કેસ નોંધી પીડિતાનું નિવેદન લઈ મેડિકલ કરાવ્યું છે. પોલીસ હાલમાં આરોપીઓને શોધી રહી છે. પરંતુ, હાલમાં તેમનો કોઈ પતો લાગ્યો નથી.
    Published by:kiran mehta
    First published: