Home /News /national-international /

પેટ્રોલિયમથી સરકારી નફો ગરીબો માટે જરૂરી, ભાવમાં નહી થાય ઘટાડો

પેટ્રોલિયમથી સરકારી નફો ગરીબો માટે જરૂરી, ભાવમાં નહી થાય ઘટાડો

dharmendra pradhan

  કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઈન્ડિયા ટુડે ગ્રુપના માઈન્ડ રોક્સ 2018ના મંચ પરથી કહ્યું કે, મોદી સરકાર દેશમાં મોંઘૂ પેટ્રોલ અને ડીઝલ વેચીને સામાન્ય આદમી માટે બનેલ યોજનાઓ પર ખર્ચ કર્યો છે. જોકે, હાલમાં વિશ્વ સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે મોદી સરકાર માટે સસ્તો પેટ્રોલ-ડીઝલ વેચવો વિકલ્પ નથી.

  ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, તેલની વધતી કિંમતોમાં બે કારણોથી નફો થઈ રહ્યો છે. પહેલુ આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે ઓપેક દેશ પોતાના વચન પ્રમાણે ક્રૂડ ઓઈલની સપ્લાઈ કરી રહ્યાં નથી. એવામાં સરકાર સામે મોંઘા પેટ્રોલ-ડીઝલને કાબૂ કરવાનો કોઈ વિકલ્પ નથી. જોકે, પ્રધાને કહ્યું કે, લેટેસ્ટ પરિણામ બતાવી રહ્યાં છે કે, વૈશ્વિક સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમત કાબૂમાં આવી રહી છે, જેથી આશા છે કે, સામાન્ય માણસને આનો ફાયદો ઝડપી મળશે.

  કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અમેરિકાની વર્તમાન આર્થિક નીતિથી દુનિયાભરની કરન્સી ડોલર સામે કમજોર થઈ રહી છે. આ પડકારથી દુનિયાની ઉભરતી બધી જ અર્થવ્યવસ્થાઓ લડી રહી છે. આશા છે કે, ગ્લોબલ માર્કેટમાં આ દિશામાં કંઈક નરમી જોવા મળશે.

  પ્રધાને કહ્યું કે, મોંઘા પેટ્રોલ-ડીઝલને જોતા કેટલાક રાજ્યોએ વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જ્યારે કેન્દ્ર સરકારે પણ એક વર્ષ પહેલા પોતાની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જોકે, વર્તમાન સમયમાં મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ મોંઘવારીને કાબૂ રાખવાની દિશામાં છે. મોદી સરકારે વિષમ વૈશ્વિક પરિસ્થિતિઓમાં મોંઘવારીને કાબૂમાં કરી છે.

  ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, કોંગ્રેસ સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન સામાન્ય વ્યક્તિને સસ્તુ પેટ્રોલ -ડીઝલ આપવાના નામ પર સરકારના ખજાના પર મોટું દેવું છોડ્યું હતું. જોકે વર્તમાન મોદી સરકાર લોન લઈને સામાન્ય વ્યક્તિને ફાયદો પહોંચાડવાની જગ્યાએ દેવાથી મુક્ત રાખવાનું વિશ્વાસ આપે છે.

  જ્યારે પેટ્રોલ અને ડીઝલ સહિત પેટ્રોલ ઉત્પાદને જીએસટી દાયરામાં લાવવાના પ્રશ્ન પર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, જીએસટી કાઉન્સિલ એક વર્ષથી આની કોશિષ કરી રહી છે. કેટલાક રાજ્યોએ આનો ઘણો વિરોધ કર્યો છે પરંતુ એક વખત ફરીથી તૈયાર થાય છે તો સમય આવતા જ પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરવાનું કામ કરવામાં આવશે.

  આમ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશના ગરીબોને આગળ ધરીને ગોળ-ગોળ વાતો કરતાં એકવાર ફરીથી સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો થશે નહી. આમ તમારી જાણકારી અનુસાર જણાવી દઈએ કે, 2009થી 2014 દરમિયાન એટલે કે, યુપીએ સરકારની બીજી ટર્મ દરમિયાન જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા, ત્યારે પેટ્રોલિયમ પેદાશમાંથી ગ્રોસ ટેક્સ એવન્યુ (GTR) 8.8% હતો, જે 2014-15થી 2017-18 દરમિયાન વધીને 12.50% કરી દેવામાં આવ્યો છે. આમ મોદી સરકારના પાછલા 4 વર્ષમાં પેટ્રોલ અને પેટ્રોલિયમ પેદાશ પર ટેક્સમાં ચાર ટકાનો વધારો થઈ ગયો છે.

  આનાથી ટૂવ્હીલથી લઈને દેશમાં ચાલતા ઓન રોડ બધા જ વાહનોનો ઉપયોગ કરતાં લોકો પર પેટ્રોલિયમ પેદાશની ખરીદી પર વધારે ખર્ચ કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત એક અન્ય વાત તે પણ છે કે, પાછલા ચાર વર્ષમાં જે કોર્પોરેટ ટેક્સમાંથી આવક થાય છે, તેમાં ઘટાડો થયો છે, કેમ કે મનમોહનસિંહની સરકાર તેમના સમયગાળા (2009-2014) દરમિયાન કોર્પોરેટ હાઉસ પાસેથી 36.5 ટકા ટેક્સ લઈ રહી હતી જ્યારે મોદી સરકારે તેમા ઘટાડો કરીને 30.70 ટકા કરી નાંખ્યો છે. આમ સામાન્ય લોકો પર વધારાનો બોજો નાંખીને જે મોટા-મોટા કોર્પોરેટ હાઉસ છે તેમને ખુબ જ સારી રીતે ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે.

  આમ ભાજપા સરકારના મંત્રીઓ ખુબ જ ચાલાકી પૂર્વક સત્યતાને છૂપાવી દે છે અને બધો જ દોષનો પોટલો કોંગ્રેસ પર નાંખી દે છે, અથવા ગમે તેવું નિવેદન આપી દેવામાં આવે છે, જેમ કે,  પેટ્રોલ ડીઝલના ભાવના વધારાના કારણે દેશમાં મોંઘવારી બેફામ વધી રહી છે, તેવામાં પેટ્રોલિયમ મંત્રી કહી રહ્યાં છે કે, મોદી સરકારે વિષમ પરિસ્થિતિઓમાં મોંઘવારી પર કંટ્રોલ કર્યો છે.

  પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારા સામે સરકાર બાદ પેટ્રોલિયમ મંત્રીએ પણ પોતાના હાથ ઉંચા કરી નાંખ્યા છે, તેથી હજું 2019ની ચૂંટણી સુધી તો લોકોને મોંઘવારીમાં પિસાવવું નક્કી છે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Petrol diesel, ધર્મેન્દ્ર પ્રધાન

  આગામી સમાચાર