Home /News /national-international /હિમાચલ પ્રદેશ: સ્કૂલ બસ ખાણમાં પડી, 27 બાળકો સહિત 30નાં મોત

હિમાચલ પ્રદેશ: સ્કૂલ બસ ખાણમાં પડી, 27 બાળકો સહિત 30નાં મોત

દૂર્ઘટનામાં કૂલ 29 લોકોનાં મોત થયા છે. તેમજ ઘણાં લોકો ઘાયલ થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતકોમાં બે ટીચર અને ડ્રાઇવર પણ શામેલ છે

દૂર્ઘટનામાં કૂલ 29 લોકોનાં મોત થયા છે. તેમજ ઘણાં લોકો ઘાયલ થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતકોમાં બે ટીચર અને ડ્રાઇવર પણ શામેલ છે

    પઠાણકોટ: હિમાચલ પ્રદેશમાં ફરી એક વખત રોડ એક્સિડન્ટની ઘટના બની છે. એક સ્કૂલ બસ ખીણમાં પડી જવાની ઘટના બની છે. જેમાં ડ્રાઇવર ઉપરાંત 27 બાળકોનાં મોત થઈ ચુક્યા છે.  આ દુર્ઘટનામાં કુલ 30 લોકોનાં મોત થયા છે. તેમજ ઘણાં લોકો ઘાયલ થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતકોમાં બે ટીચર અને ડ્રાઇવર પણ સામેલ છે.

    સોર્સિસની માનીયે તો, બસમાં 35 બાળકો હતા માર્યા ગયેલા બાળકો નર્સરીથી પાંચમાં ધોરણનાં હતા. તમામ 10 વર્ષથી નાની ઉંમરનાં હતા. છ બાળકો જે ઇજાગ્રસ્ત હતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને પઠાણકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમ બોલાવવામાં આવી છે. SDM નૂરપુરે કહ્યું કે, આ ઘટનામાં કૂલ 18 બાળકોનું મોત થયુ છે.

    સોર્સિસની માનીયે તો એક ખાનગી સ્કૂલની આ બસ રજાઓ બાદ બાળકોને ઘરે મુકવા જતી હતી. ત્યારે નુરપુર મલકવાલ પાસે બસ પલટી ગઇ હતી. જેમાં તે દોઢસો ફીટ ઉંડી ખાણમાં જઇને પડી હતી. ત્યારે ઘણાં બાળકો ઘાયલ થયા હતાં. બલજીત રામ પઠનિયા સ્કૂલમાં આ બસ મલકવાલથી ઠેહડ પાસે દુર્ધટના બની હતી. ઘાયલ બાળખોને સિવિલ હોસ્પિટલ નૂરપુર ઉપરાંત  પઠાણકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

    દુર્ધટનાનાં કારણો હાલમાં જાણવા મળ્યા નથી. પણ કહેવાય છે કે, અનિયંત્રિત થઇને બસ ખાણમાં પડી ગઇ હતી. નુરપુરનાં MLA રાકેશ પઠાનિયાનું કહેવું છે કે, ગંભીર રૂપથી ગૂમ છે બાળકોને પઠાણકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

    દુર્ધટનાની થશે ન્યાયિક તપાસ

    નૂરપૂર બાદ દુર્ધટના પર હિમાચલ પ્રદેશનાં CM જયરામ ઠાકૂરે દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે દુર્ધટનાની ન્યાયિક તપાસનાં આદેશ આપ્યા છે કેબિનેટ મંત્રી કિશન કપૂરને આ સમયે રવાના કર્યા અને સાથે જ ઘટનાની સંપૂર્ણ વિગત મંગાવી છે. ડીસી કાંગડાએ ઘટના અંગે ફોન પર રિપોર્ટ લીધી છે. રાહત અને બચાવ કાર્યને યુદ્ધનાં ધોરણે ચાલુ કરવાનાં નિર્દેશ પણ આપ્યા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: હિમાચલ પ્રદેશ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन