સૂમો ડ્રાઇવરની રેસિંગ ભારે પડી, ટ્રક સાથે ટકરાતાં બે યુવકોનાં મોત

News18 Gujarati
Updated: May 8, 2020, 8:21 AM IST
સૂમો ડ્રાઇવરની રેસિંગ ભારે પડી, ટ્રક સાથે ટકરાતાં બે યુવકોનાં મોત
ડ્રાઇવરની ખોટી રીતે સાઇડ કાપવી, રેસિંગ અને બેદરકારીના કારણે આ કરૂણ દુર્ઘટના બની

ડ્રાઇવરની ખોટી રીતે સાઇડ કાપવી, રેસિંગ અને બેદરકારીના કારણે આ કરૂણ દુર્ઘટના બની

  • Share this:
ધર્મશાળાઃ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કાંગડા (Kangra) જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં બે યુવકોનાં મોત થયા છે જ્યારે એક અન્ય વ્યક્તિ ઘાયલ થઈ છે. પઠાનકોટ-મંડી નેશનલ હાઈવે પર કોટલાની પાસે આ દુઘર્ટના ઘટી. ટ્રક અને ટાટા સૂમો સામે-સામે ટકરાઈ ગયા. આ ટક્કરમાં બે લોકોનાં મોત થયા છે જયારે એક ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલને સિવિલ હૉસ્પિટલ શાહપુરમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ કારણે થઈ દુર્ઘટના

મળતી જાણકારી મુજબ, બપોરે લગભગ 3 વાગ્યે કોટલાની નજીક કૈહરનામાં એક ટ્રક અને સૂમો વચ્ચે અકસ્માત સર્જાયો. ટ્રક કોટલાની પાસે પાલમપુરથી આવી રહી હતી. સૂમો ડ્રાઇવરની ખોટી રીતે સાઇડ કાપવી, રેશિંગ અને બેદરકારીના કારણે આ કરૂણ દુર્ઘટના બની છે.

આ પણ વાંચો, વિશાખાપટ્ટનમઃ ગેસ લીક થતાં રસ્તાઓ પર બેભાન પડ્યા હતા લોકો, બાળકોથી હૉસ્પિટલો ઉભરાઈ

કોણે જીવ ગુમાવ્યો?

દુર્ઘટનામાં વિશાલ દોખડ્ડાની પાસે ભડખડ, જૌનતા વૃદ્ધ (23) નૂરપુર અને અક્ષય કુમાર (22) ગામ મોરથૂ સિંહૂતા, ચમ્બાનું મોત થયું છે. જ્યારે પ્રવિણકુમાર સિહુંતા ચમ્બા ઘાયલ છે. તેને ટીએમસી ટાંડા મોકલવામાં આવ્યો છે. લાશોને સીએચ નૂરપુર મોકલવામાં આવી છે. બીજી તરફ ટ્રક ચાલક રાજકુમાર (55)ને સામાન્ય ઈજા થઈ છે.પીએચસી કોટલા પાસે થયો અકસ્માત

આ દુર્ઘટના પીએચસી કોટલાથી લગભગ એક કિલોમીટર દૂર થઈ. જો અહીં સીએચસી હોત તો ઘાયલોને તાત્કાલિક રાહત મળી શકતી હતી. દુર્ઘટનામાં ઘાયલ થયેલા વ્યક્તિઓને લગભગ 20 કિલોમીટર દૂર શાહપુર હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જેના કારણે બે વ્યક્તિઓના ત્યાં જ મોત થઈ ગયા.

આ પણ વાંચો, કોરોના સંક્રમણના ડરથી કોઈએ 20 હજાર રૂપિયા ભરેલું વૉલેટ પણ ન ઉપાડ્યું!
First published: May 8, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading