હિમાચલમાં PM મોદી: કહ્યું, ધર્મશાળામાં સંમેલન કલ્પના નથી પણ છે હકીકત

News18 Gujarati
Updated: November 7, 2019, 4:14 PM IST
હિમાચલમાં PM મોદી: કહ્યું, ધર્મશાળામાં સંમેલન કલ્પના નથી પણ છે હકીકત
PM મોદી હિમાચલ પ્રદેશના પ્રવાસે

હિમાચલમાં રોકાણ વધારવા માટે પ્રથમ વખત ગ્લોબલ ઈન્વેસ્ટર મીટ થઈ રહી છે.

  • Share this:
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના ધર્મશાળામાં પ્રથમ ગ્લોબલ ઇન્વેસ્ટર મીટ (Dharamshala Global Investor Meet) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુરુવારે સવારે 11 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીએ મીટનું ઉદઘાટન કર્યું હતું. બેઠક દરમિયાન પીએમ મોદીએ એક કલાક સુધી કેટલાક ઉદ્યોગપતિઓના ભાષણો સાંભળ્યા અને પછી એક વાગ્યે સંબોધન શરૂ કર્યું. પાંચ કલાકના સંબંધન દરમિયાન પીએમ મોદીએ હિમાચલ પ્રદેશની પ્રશંસા કરી અને રોકાણની શક્યતાઓનો પણ ઉલ્લેખ કર્યો.

પીએમ નરેન્દ્ર મોદીએ વૈશ્વિક પરિષદને સંબોધન કરતાં કહ્યું કે ધર્મશાળામાં વૈશ્વિક સમ્મેલન, કલ્પના નથી પણ હકીકત છે. તે અભૂતપૂર્વ અને આશ્ચર્યજનક છે. વડાપ્રધાને કહ્યું કે આ ઇવેન્ટ સમગ્ર દેશ અને હિમાચલ પ્રદેશનનું નિવેદન છે કે આપણે પણ હવે કમર કસી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે પહેલા દેશના થોડા રાજ્યોમાં આવી વૈશ્વિક પરિષદો યોજાઇ હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને હિમાચલમાં આ સમિટ થઈ રહી છે.

બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હિમાચલ સરકાર માતા જ્વાલા જીના સંદર્ભમાં આગળ વધી રહી છે. આવા ઘણા લોકો છે જેમણે પરિસ્થિતિ પહેલા જોઇ હશે. પરંતુ આજે સ્પર્ધાના યુગમાં પરિવર્તન આવ્યું છે.યામી ગૌતમે સ્વાગત કર્યું

આ પહેલા ધર્મશાળા પહોંચ્યા બાદ અભિનેત્રી યામી ગૌતમે શાલ અને ટોપી પહેરીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ 'ઈન્વેસ્ટર હેવન રાઇઝિંગ હિમાચલ' કોફી ટેબલ બૂકનું પણ ઉદ્ઘાટન કર્યું. હિમાચલમાં રોકાણ વધારવા માટે પ્રથમ વખત ગ્લોબલ ઈન્વેસ્ટર મીટ થઈ રહી છે.આ પણ વાંચો: બરફવર્ષા થતાં જમ્મુ-કાશ્મીર પર સફેદ ચાદર છવાઇ, જુઓ અદભૂત નજારો

अभिनेत्री यामी गौतम ने पीएम नरेंद्र मोदी का स्वागत किया.

દેશમાં ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં સુધારો

મોદીએ કહ્યું કે વર્ષ 2014 થી 2019 ની વચ્ચે દેશમાં ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં પણ સુધારો થયો છે. આજે ભારત 79 સ્થાન પર પહોંચી ગયું છે. તે માત્ર આંકડાઓની રમત જ નથી, પણ દેશ સારી દિશામાં આગળ વધી રહ્યો છે.

આવતીકાલે અમિત શાહ ધર્મશાળામાં આવશે

બે દિવસીય મીટિંગમાં જ્યાં પહેલા પીએમ મોદીએ ભાગ લીધો, ત્યાં જ હવે 8 નવેમ્બરના રોજ ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે. સમાપન સમારોહમાં તે મુખ્ય મહેમાન રહેશે.
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर