Home /News /national-international /

Video : છોકરીઓને ઘેરી લીધી, ઘસેડી-ઘસેડી મારી, બે બહેનો સાથે બર્બરતાની ભાયનક કહાની

Video : છોકરીઓને ઘેરી લીધી, ઘસેડી-ઘસેડી મારી, બે બહેનો સાથે બર્બરતાની ભાયનક કહાની

બે દીકરીઓને નિર્દયતાથી માર મારવામાં આવ્યો

યુવતીઓને માર મારવામાં આવી રહ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ કોઈ પણ તેમાં દખલ કરવા કે તેમને બચાવવા આગળ ન આવ્યું

  ધાર : મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિવારે જે રીતે બે દીકરીઓને માર માર્યો છે તે જોઈને ભલ-ભલાનું કાળજુ કંપી ઉઠે. માર મારવાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે આ કેસમાં 7 લોકોની ધરપકડ કરી છે. આ ઘટના 22 જૂનેના રોજ ટાંડા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળવા ગામની હોવાનું કહેવાઈ રહ્યું છે.

  ધારના નાયબ પોલીસ અધિક્ષક મહિલા થાણાએ જણાવ્યું હતું કે, પોલીસે મહિલાઓ પર થયેલા હુમલાના તમામ 7 આરોપીઓને પકડ્યા હતા, પરંતુ ગઈકાલે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મહિલાઓ સાથે બર્બરતા જોવા મળી હતી. આ પછી આ કેસમાં આરોપી વિરુદ્ધ કલમો વધારીને તેમને જેલમાં ધકેલી દેવાયા છે. જ્યારે ધાર એએસપી દેવેન્દ્ર પાટીદારે જણાવ્યું હતું કે, જિલ્લાના ટાંડા પોલીસ સ્ટેશન હેઠળ આવેલા પીપળવા ગામે સંબંધીઓ દ્વારા જ બે યુવતીઓને માર મારવામાં આવ્યો હતો. તે પોતાના મામાના દીકરા સાથે વાત કરતી હતી, તેથી તેના સંબંધીઓએ તેને માર માર્યો હતો. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

  મળતી માહિતી મુજબ મામાના પરિવારના છોકરાઓ સાથે આ છોકરીઓની વાતચીત થતી હોવાથી પરિવાર નારાજ થઈ ગયો હતો. તેમને ચીડ હતી કે, છોકરીઓ તેમની સાથે કલાકો સુધી મોબાઈલમાં કેમ વાત કરે છે. તેમણે બંનેને સમજાવ્યા પણ હતા, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. આ દરમિયાન, 22 જૂને આ છોકરીઓ તળાવમાં નાહીને ઘરે આવતા સમયે મોબાઈલમાં વાતો કરી રહી હતી. કોઈએ આ અંગે પરિવારને માહિતી આપી હતી.

  આ પણ વાંચોભયાનક ડબલ Murder : 2 બાળકોની સામે જ પિતા અને પત્નીને કુહાડીથી કાપી નાખ્યા, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

  ઘેરી લઈ મારવાનું શરૂ કર્યું

  ત્યારબાદ પરિવારે તેમને ઘેરી લીધા હતા અને માર મારવાનું શરૂ કરી દીધું હતું. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, છોકરીઓને ઘસેડી-ઘસેડીને મારવામાં આવી રહી છે. વીડિયો વાયરલ થતાની સાથે જ ટાંડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આ મામલાની નોંધ લીધી હતી. આ કેસમાં પોલીસે સાત લોકો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.  કોઈને પણ દયા ન આવી

  નોંધપાત્ર વાત એ છે કે, યુવતીઓને માર મારવામાં આવી રહ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ કોઈ પણ તેમાં દખલ કરવા કે તેમને બચાવવા આગળ ન આવ્યું. બધા માત્ર વીડિયો જ બનાવતા રહ્યા. જોકે એક યુવકે થોડો પ્રયત્ન કર્યો પણ પાછળથી તે પણ પાછો હટી ગયો હતો.

  આ પણ વાંચોબ્રિટન: એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં એવું વિચિત્ર થયું, કે ડોક્ટરો પણ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા

  અલીરાજપુરમાં પણ આવી એક ઘટના બની હતી

  મધ્યપ્રદેશના અલીરાજપુરથી પણ આવી જ એક ખરાબ ઘટના સામે આવી હતી. ચોંકાવનારા આ સમાચારમાં, જ્યારે એક યુવતી પરિવારને જાણ કર્યા વગર તેના મામાના ઘરે ગઈ ત્યારે તેના ભાઈઓ અને પિતાએ તેને નિર્દયતાથી માર માર્યો હતો. તેમને શંકા હતી કે, યુવતી કોઈની સાથે ભાગી ગઈ છે. તેઓએ બાળકીને ઝાડ પર લટકાવી અને લાકડીઓ વડે માર માર્યો હતો. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા.

  ઘટના અલીરાજપુર જિલ્લા મથકથી આશરે 50 કિમી દૂર આવેલા બોરી પોલીસ સ્ટેશનના બડે ફુટતાલાબ ગામની છે. મળતી માહિતી મુજબ, 19 વર્ષીય યુવતી નાનસીની સાસરી ભુરછાવાડી ગામે છે. તાજેતરમાં જ તેના પતિ તેને સાસરીમાં છોડી ગુજરાતમાં મજદૂરી કરવા ગયો હતો. નેન્સી આ વાતથી ગુસ્સે થઈ ગઈ. તે કોઈને જાણ કર્યા વગર જ તેના મામાના ઘરે જતી રહી હતી. તેના મામા અંબી ગામમાં રહે છે. કોઈએ આ વાત નાનસીના પરિવારના સભ્યોને જણાવી. પરિવારના સભ્યોએ ગેરસમજ થઈ કે તે કોઈની સાથે ભાગી ગઈ છે.
  Published by:kiran mehta
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन