ખરા અર્થમાં ધનતેરસ ફળી! ઘરના છત પર 14 લાખ રોકડા અને જ્વેલરીથી ભરેલા 2 બેગ મળ્યા

ખરા અર્થમાં ધનતેરસ ફળી! ઘરના છત પર 14 લાખ રોકડા અને જ્વેલરીથી ભરેલા 2 બેગ મળ્યા

ધનતેરસ (Dhanteras 2020) પહેલા ઉત્તર પ્રદેશના મેરઠમાં એક પરિવાર સાથે ચોંકાવનારી ઘટના બની

 • Share this:
  મેરઠ : ધનતેરસ (Dhanteras 2020) પહેલા ઉત્તર પ્રદેશના મેરઠમાં એક પરિવાર સાથે ચોંકાવનારી ઘટના બની છે. પરિવારને ઘરની છત પર લાખો રૂપિયા રોકડા અને મોંઘા જ્વેલરીથી ભરેલા બે બેગ મળ્યા હતા. પરિવાર આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જોકે આ પરિવારે કોઈપણ લાલચ બતાવ્યા વગર તાત્કાલિક પોલીસને સૂચના આપી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ માલ પાડોશીના ઘરે થયેલી ચોરીનો છે.

  એક દિવસ પહેલા પાડોશીના ઘરે ચોરી થઈ હતી

  મેરઠના મિશન કમ્પાઉન્ડ વિસ્તારમાં મંગળવારે પવન સિંઘલના ઘરે ચોરી થઈ હતી. જેમાં લગભગ 40 લાખ રૂપિયા રોકડા અને જ્વેલરી ચોરી થવાની વાત સામે આવી હતી. બુધવારે સવારે પાડોશમાં રહેતા વરુણ શર્માને પોતાના ઘરની છત પર બે બેગ છુપાયેલા મળી આવ્યા હતા. જેમાં નોટ અને જ્વેલરી ભરેલી હતી. આ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જોકે તેણે તરત પોલીસને જાણ કરી હતી. પોલીસે બેગની તપાસ કરી તો બેગમાં 14 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા. દાગીનાની કિંમતની ગણતરી કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો - બિરીયાનીમાં બોટી ઓછી આપતા ચાકુથી હુમલો, અમદાવાદની હચમચાવનારી ઘટના

  જૂના નોકર પર ચોરીની શંકા

  માનવામાં આવે છે કે ચોરી કર્યા પછી ચોરોએ આ માલ વરુણના ઘરની છત પર સંતાડી દીધો હતો. જેથી બાદમાં આવીને આસાનીથી તેને લઈ શકાય. પોલીસને વેપારીના જૂના નોકર પર આ ઘટનામાં હાથ હોવાની શંકા છે. તેણે બે વર્ષ પહેલા કામ છોડ્યું હતું. ઘટનાના દિવસે સીસીટીવીમાં તે નોકર જોવા મળ્યો હતો. આ ઘટનામાં પોલીસે એક ગાર્ડની ધરપકડ કરી છે. જેના પર નોકર દ્વારા ચોરીની રકમ આપવાની શંકા છે.
  Published by:Ashish Goyal
  First published: