ધનબાદઃ જમીન વિવાદમાં પોલીસે મહિલા પર વરસાવી લાઠીઓ, Video વાયરલ

વિવાદમાં સપડાયેલી વારસાગત જમીન પર થઈ રહેલા નિર્માણને રોકવા મહિલાએ પ્રયાસ કર્યો તો પોલીસ સાથે થયો સંઘર્ષ

વિવાદમાં સપડાયેલી વારસાગત જમીન પર થઈ રહેલા નિર્માણને રોકવા મહિલાએ પ્રયાસ કર્યો તો પોલીસ સાથે થયો સંઘર્ષ

  • Share this:
    ધનબાદ. ઝારખંડ (Jharkhand)ના ધનબાદ (Dhanbad)ની મહિલા પોલીસકર્મીઓ દ્વારા એક મહિલા (Woman) પર લાઠીઓ મારવાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે બે મહિલા પોલીસકર્મી જમીન નિર્માણનો વિરોધ કરતાં મહિલા પર લાઠીઓનો વરસાદ કર્યો. જેના કારણે મહિલા બેભાન થઈ ગઈ. મળતી માહિતી મુજબ, મહિલા જમીન નિર્માણનો વિરોધ કરી રહી હતી. જમીન વિવાદ (Land Dispute)નો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં રાજગંજ પોલીસ સ્ટેશનની હદમાં ડોમનપુર નિવાસી દેવનારાયણ મહતોએ પોતાની વારસાગત જમીનને બાગદાહા નિવાસી તથા પૂર્વ વિધાયક પ્રતિનિધિ હલધર મહતો દ્વારા બળજબરીથી કબજો કરી કામ શરૂ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે. સાથોસાથ રાજગંજ પોલીસ સ્ટેશનમાં અરજી કરીને ન્યાયની માંગ કરી છે.

    અરજી કરનારનું કહેવું છે કે, મૌજા ડોમનપુર નંબર 2018, ખાતા નંબર 12, પ્લોટ નંબર 1111 તેમની વારસાગત જમીન છે અને આ જમીન અરજી કરનારના દાદા લખીરામ મહતોને પરિવારના વહેંચણીમાં મળી હતી. ત્યારબાદ અરજી કરનારના કાકા ઈશ્વર લાલ મહતો, જયનારાયણ તથા દેવનારાયણનો દખલ કબજો છે. આ જમીનને આરોપી દ્વારા હથિયારોનો ડર બતાવીને કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિરોધ કરતાં મારપીટનો પ્રયાસ કરવામાં આવ્યો. જમીન પર કામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેના વિરોધ બાદ પોલીસને બોલાવવામાં આવી. અરજી કરનારની કાકી ફુલમની દેવીએ વિરોધ કરતાં પોલીસે લાઠીઓ વરસાવી. દેવનારાયણે તેની ફરિયાદ એસપીને પણ કરી છે અને ન્યાયની માંગ કરી છે.

    આ પણ જુઓ, VIRAL VIDEO: ચાની કિટલી પર વાંદરો ધોઈ રહ્યો હતો વાસણ, લોકો જોતા જ રહી ગયા!

    બીજી તરફ, ફુલમની દેવીએ કહ્યું કે, એ જમીન તેમની છે. તે જમીનને બળજબરીથી છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓ પોતાની જમીન પર કોઈ પણ પ્રકારનું નિર્માણ નહીં કરવા દે.

    આ પણ જુઓ, મોતીહારીઃ પૂરના પાણીમાં તણાઈ રહ્યા હતા બે બાઇક સવાર, દેશી જુગાડથી બચ્યા જીવ, જુઓ VIDEO



    રાજગંજ પોલીસ સ્ટેશન પ્રભારી સંતોષ કુમારે કહ્યું કે, મહિલા દ્વારા જમીન પર નિર્માણ કાર્યથી જમીન માલિકને રોકવામાં આવી રહ્યા હતા. જેની સૂચના પર ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી. જમીન હલધર મહતોની છે. જમીન સંબંધિત દસ્તાવેજ દર્શાવવામાં આવ્યા હતા. મહિલા દ્વારા જમીનના કોઈ દસ્તાવેજ નહોતા દર્શાવાયા, જેના કારણે પોલીસ કડક પગલાં ભરી રહી છે. જમીનની તપાસ સીઓથી કરાવ્યા બાદ નિર્માણ કાર્ય શરૂ થશે. હાલ કામ બંધ છે.
    Published by:Mrunal Bhojak
    First published: