Home /News /national-international /Dhanbad Judge Murder Case: જજ ઉત્તમ આનંદના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણો કેવી રીતે થયું મોત

Dhanbad Judge Murder Case: જજ ઉત્તમ આનંદના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણો કેવી રીતે થયું મોત

Judge Uttam Anand Death Case: જજ ઉત્તમ આનંદ મોતના હાઇ પ્રોફાઇલ મામલામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટે કર્યો મોટો ખુલાસો

Judge Uttam Anand Death Case: જજ ઉત્તમ આનંદ મોતના હાઇ પ્રોફાઇલ મામલામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટે કર્યો મોટો ખુલાસો

સંજય ગુપ્તા, ધનબાદ. ઝારખંડ (Jharkhand)ના ધનબાદ જિલ્લા અને સત્ર જજ અષ્ટમ ઉત્તમ આનંદના મોત (Judge Uttam Anand Death)નો કોયડો હજુ સુધી ઉકેલાયો નથી. આ દરમિયાન તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Post-Mortem Report) સામે આવ્યો છે, જેમાં જજનું જબડું અને માથાનું હાડકું અનેક જગ્યાએથી તૂટી ગયું હતું. બીજી તરફ, માથા પર ગંભીર ઈજા થવાથી તેમનું મોત થયું હતું. આ ઉપરાંત શરીર પર ત્રણ જગ્યાએ ઈજા અને સાત જગ્યાએ આંતરિક ઈજા થઈ હતી.

પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે સ્પષ્ટ કર્યુ છે કે જજના શરીર પર ઈજાના કારણે તેઓ બેભાન થઈને પડી ગયા હતા. મગજમાં પણ ગંભીર ઈજા થઈ હતી. આ ઉપરાંત જજના પેટમાં લોહી જતું રહ્યું હતું. તેની સાથે પોલીસે કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર આગળની તપાસ થશે. હૉસ્પિટલ દ્વારા પોલીસ ઉપરાંત ધનબાદના ડીસી અને એસડીએમને પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં આવ્યો છે.

આ પણ જુઓ, Viral Video: ‘બાબા કા ઢાબા’ બાદ અમૃતસરની મહિલાનો વીડિયો થયો વાયરલ, જ્યૂસ વેચીને ઘર ચલાવવા મજબૂર વૃદ્ધા

ધરપકડ કરાયેલા આરોપીઓના નાર્કો સહિત ચાર ટેસ્ટની કોર્ટે આપી મંજૂરી

કોર્ટે પોલીસને જજ હત્યાકાંડમાં ધરપકડ કરવામાં આવેલો આટો ડ્રાઇવર લખન વર્મા અને રાહુલ વર્માના ચાર પ્રકારના ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી દીધી છે. હવે પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓના બ્રેન મેપિંગ (Brain Mapping), નાર્કો ટેસ્ટ (Narco Test) સહિત ચાર ટેસ્ટ કરાવશે. બીજી તરફ, ધનબાદના વરિષ્ઠ પોલીસ અધીક્ષક (એસએસપી) સંજીવ કુમારે જણાવ્યું કે પોલીસ જજ મોત મામલામાં ધરપકડ કરાયેલા આરોપીઓના ચાર ટેસ્ટ કરાવશે.

આ પણ વાંચો, ઘરકંકાસ અને દહેજના ત્રાસના કારણે વિવાહિતાએ જીવન ટૂંકાવ્યું, રૂમમાં લટકતી મળી લાશ

મુખ્યમંત્રી હેમંત સોરેન કરી ચૂક્યા છે CBI તપાસની ભલામણ

આ મામલો ઘણો હાઇ-પ્રોફાઇલ થઈ ચૂક્યો છે કારણ કે માર્યા ગયેલા જજ આનંદ હત્યાકાંડ સહિત કેટલાક અગત્યના અપરાધિક મામલાઓની સુનાવણી કરી રહ્યા હતા. આ કેસમાં જજ આનંદના મોતનું કારણ પોલીસને હજુ સુધી જાણી નથી શકી. જજ આનંદના પરિજનો સહિત ધારાસભ્યો અને કોર્ટ પણ આ કેસમાં સીબીઆઇ તપાસની જરૂરિયાત વિશે રજૂઆત કરી ચૂક્યા છે. બીજી તરફ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ સીબીઆઇ તપાસની ભલામણ કરી છે. જોકે, હજુ સુધી સીબીઆઇએ આ મામલામાં ઔપચારિક રીતે કોઈ તપાસ શરૂ નથી કરી.
First published:

Tags: Dhanbad Judge Death Case, Dhanbad Judge Murder Case, Judge Uttam Anand Death, Judge Uttam Anand postmortem report

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો