Home /News /national-international /એન્જિનિયરે ફાંસી લગાવી કર્યો આપઘાત, બે વર્ષની દીકરીએ ગુમાવ્યા પિતા, પત્ની છે ડોક્ટર

એન્જિનિયરે ફાંસી લગાવી કર્યો આપઘાત, બે વર્ષની દીકરીએ ગુમાવ્યા પિતા, પત્ની છે ડોક્ટર

મૃતક ઈજનેર વિપિન કુમાર

મૃતક ઇજનેરના પિતા હિન્દુસ્તાન ઝીંકમાં નોકરી કરે છે. પોલીસે મૃતદેહનો કબજો કરી પોસ્ટમોર્ટમ માટે આસનસોલ મોકલી આપ્યો હતો

ધનબાદ : બીસીસીએલ (BCCL) સીવી વિસ્તારના દહિબારી પ્રોજેક્ટમાં કામ કરતા સહાયક મેનેજિંગ ઇજનેર (ઇલેક્ટ્રિક અને મિકેનિકલ) વિપિન કુમારે પોતાને ફાંસી આપી આત્મહત્યા (Suicide) કરી લીધી છે. રવિવારે સવારે તેમનો મૃતદેહ બારાકર નિવાસસ્થાનમાં નસમાંથી લટકતો મળી આવ્યો હતો. પોલીસ (Police) આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ઇજનેરે આત્મહત્યા કેમ કરી તે હજુ જાણી શકાયું નથી.

રવિવારે સવારે કામવાળા બહેન ઘરની સફાઇ કરવા માટે આવ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ખખડાવ્યા બાદ પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં, આખરે કામવાળા બહેન પોતાના ઘરે જતા રહ્યા. પરંતુ, લાંબા સમય સુધી દરવાજો ન ખૂલતાં આસપાસના લોકોએ શંકા કરી પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને દરવાજો તોડ્યો અને જોયું કે ઘરના ઇજનેરની લાશ લટકતી હતી. પોલીસે લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ ઘટના અંગે બીસીસીએલના અધિકારીઓ અને પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - સનસનાટી: 19 વર્ષના વિદ્યાર્થીની માથામાં ગોળી મારી હત્યા, લોહીથી લથબથ મળી લાશ, પરિવાર શોકમાં ગરકાવ

બીસીસીએલ 2017માં જોડાયો હતો

મૃતક 2017માં બીસીસીએલમાં જોડાયો હતો. આઈઆઈટી રૂરકીથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. પત્ની લખનઉમાં ડોક્ટર છે. બંનેની 4 મહિનાની બેબી ગર્લ છે. તેમના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. ગત ડિસેમ્બરમાં જ પત્ની પતિ પાસે બરાકર આવી હતી. વિપિને તેની પત્ની સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. આ પછી, પત્ની બાળકીને લઈને લખનઉ પરત આવી ગઈ હતી.

આ પણ વાંચો - સાવધાન! બસ આ એક ભૂલ કરી પરિવાર રાત્રે સૂઈ ગયો, પતિ-પત્ની સહિત 6 વર્ષના બાળકનું કરૂણ મોત

મૃતક ઇજનેરના પિતા અલીગઢમાં હિન્દુસ્તાન ઝીંકમાં નોકરી કરે છે. પોલીસે મૃતદેહનો કબજો કરી પોસ્ટમોર્ટમ માટે આસનસોલ મોકલી આપ્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી છે. આત્મહત્યાના સમાચાર સાંભળીને બીસીસીએલમાં કામ કરતા સાથી ઇજનેરો સ્તબ્ધ થઈ ગયા.
First published:

Tags: Crime news

विज्ञापन