Video: કાનમાં ખંજવાળથી પરેશાન મહિલા હોસ્પિટલ પહોંચી, માઇક્રોસ્કોપથી જોયું તો ડોક્ટરની આંખો પહોંળી થઈ ગઈ
Video: કાનમાં ખંજવાળથી પરેશાન મહિલા હોસ્પિટલ પહોંચી, માઇક્રોસ્કોપથી જોયું તો ડોક્ટરની આંખો પહોંળી થઈ ગઈ
મહિલાના કાનમાં ઘુસી ગયું જીવડું
જો તમને તમારા કાનની અંદર ખલબલી થવાનો અનુભવ શરૂ થાય છે, તો તે એક મોટી સમસ્યા હોઈ શકે છે. ડોક્ટરોએ માઇક્રોસ્કોપથી કાનની અંદર જોયું તો તેમની આંખો પણ પહોંળી થઈ ગઈ
છત્તીસગઢ : મોટા ભાગના લોકો ખાલી સમયમાં કાનમાં ખંજવાળ રહેતા જોવા મળતા હોય છે. આને ખુદની સફાઈની આદત પણ કહી શકાય છે, પરંતુ જો તમને તમારા કાનની અંદર ખલબલી થવાનો અનુભવ શરૂ થાય છે, તો તે એક મોટી સમસ્યા હોઈ શકે છે. છત્તીસગઢની ધામતારી જિલ્લા હોસ્પિટલમાં પહોંચેલી એક મહિલાએ ડોક્ટરને આવી જ સમસ્યા જણાવી. જ્યારે ડોક્ટરોએ માઇક્રોસ્કોપથી કાનની અંદર જોયું તો તેમની આંખો પણ પહોંળી થઈ ગઈ હતી.
મહિલાના કાનની અંદર જીવતી કહારી (crickets) કીડો મળી આવ્યો, જે પછી ઓપરેટ કરીને કાનમાંથી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાના જીવમાં જીવ આવ્યો. આ મહિલા ધમતરીના જોધાપુર વોર્ડની હતી, તેને ખબર જ ન હતી કે, આ જીવડું તેના કાનમાં ક્યારે અને કેવી રીતે દાખલ થઈ ગયું. આ સ્થિતિમાં, ડોકટરો સલાહ આપે છે કે, વરસાદની સિઝનમાં અનેક પ્રકારનાં જંતુઓ પેદા થઈ જાય છે અને જો કોઈને જમીન પર સૂવાની ટેવ હોય તો તે ખતરનાક બની શકે છે.
જિલ્લા હોસ્પિટલના ડો.યુ.એલ. કૌશિક કહે છે કે, કોઈ પણ કીડો કાનમાં પ્રવેશી શકે છે. ડોક્ટરો સલાહ આપે છે કે, જો કોઈને આવું થાય, તો ગભરાશો નહીં. ઘરમાં રહેલું નાળિયેર અથવા સરસવનું તેલ થોડુ કાનમાં રેડી દો, જેના કારણે કાનમાં રહેલું જીવડું મરી જશે અને પછી તેને પછીથી બહાર કાઢી શકાય છે, તેથી તમે પણ આ ઘટનામાંથી શીખ લઈ લો અને સાવચેત રહેવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝનમાં કેટલાક જીવ જંતુઓને પાંખો ઊગી નીકળે છે, જેના કારણે વરસાદ બંધ થતા જ તે ઉડવા લાગે છે. ખાસ કરીને રાત્રે આ પ્રકારના વરસાદી જીવડા લાઈટનો પ્રકાશ જોઈ આકર્ષાય છે. જેથી વરસાદની સિઝનમાં રાત્રે ઘરની લાઈટ જ્યારે ચાલુ કરો ત્યારે ઘરના બારી-દરવાજા બંધ રાખવાથી જીવાત ઘરમાં આવી શકતી નથી. આ સિવાય ચોમાસાની સિઝનમાં જમીન પર સુવાનું ટાળવું જોઈએ અને ખાટલો કે પલંગ પર સુવુ હિતાવહ રહે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર