ધમતરી : ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન તિરથસિંહ રાવતે છોકરીઓના ફાટેલા જીન્સ પહેરવા અંગે નિવેદન શું આપ્યું, કે આખા દેશમાં તે ચર્ચાનો વિષય બની ગયો છે. આ દરમિયાન છત્તીસગઢમાં જીન્સ પર ટિપ્પણી કરવા માટે એક રોમિયોને પાઠ ભણાવવાનો મામલો ચર્ચામાં આવી ગયો છે. ધમતરી જિલ્લામાં એક બદમાશે યુવતીના જિન્સ પર ટિપ્પણી કરી હતી, જેનાથી રોષે ભરાયેલી યુવતીએ મેળામાં જાહેરમાં તેની ધોલાઈ કરી કરી દીધી. રોમિયોને પાઠ ભણાવવાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ધમતરી જિલ્લાના મગરલોડ બ્લોકના મધુબાન મેળામાં એક છોકરી મેળો જોવા ગઈ હતી. મેળામાં એક યુવકે યુવતીના જીન્સ પર ટિપ્પણી કરી. યુવતી આ ટિપ્પણીથી ગુસ્સે થઈ ગઈ. તેણીએ તુરંત યુવકને પકડી તેની ધોલાઈ શરૂ કરી દીધી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોની સાથે પોલીસ પણ મહિલાની પ્રશંસા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મધુબન મેળામાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ મેળામાં મહિલા તેના મિત્રો સાથે મેળાની મુલાકાતે ગઈ હતી. આ દરમિયાન એક યુવકે તેની છેડતી શરૂ કરી હતી. યુવતીએ તેનો વિરોધ કર્યો, પરંતુ તે યુવકે ધ્યાન ન આપ્યું અને માન્યો નહીં. ગુસ્સે થયેલી યુવતીએ તે યુવકને પકડી લીધો અને થપ્પડ પર થપ્પડ મારી ધોલાઈ કરી દીધી. તેણે યુવકને ખૂબ લાત અને મુક્કા માર્યા.
જોકે મહિલાએ આ મામલે હજી સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી. યુવતીની હિંમત વિશે માહિતી મળતાં પોલીસ અધિકારીઓએ તેને એક સારું ઉદાહરણ ગણાવ્યું છે. ધમતરીના એએસપી મનીષા ઠાકુર રાવતે જણાવ્યું હતું કે, મહિલાઓને જાગૃત કરવામાં આવી રહી છે. ધમતરી પોલીસ સતત અભિયાન ચલાવીને મહિલાઓ અને બાળકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર