Home /News /national-international /મોરબી પુલ દુર્ઘટનામાંથી ઉત્તરાખંડ સરકારે લીધો ધડો, રાજ્યના 436 જર્જરિત પુલ તોડી નવા બનાવશે

મોરબી પુલ દુર્ઘટનામાંથી ઉત્તરાખંડ સરકારે લીધો ધડો, રાજ્યના 436 જર્જરિત પુલ તોડી નવા બનાવશે

ઉત્તરાખંડ સરાકરે લીધો મોટો નિર્ણય

રાજ્ય માર્ગો પર બનેલા આ પુલ અથવા તો જૂના છે કાંતો ખખડધજ હાલતમાં છે. આ પુલ વાહનો અને વધારે લોડ સહન કરી શકવા યોગ્ય નથી.

    નવી દિલ્હી: ઉત્તરાખંડની ધામી સરકારે રાજ્યમાં જૂના અને જર્જર થઈ ચુકેલા પુલને બદલશે અને તેની જગ્યાએ વધારે ક્ષમતાવાળા પુલ બનાવશે. લોકો નિર્માણ વિભાગે રાજ્યમાં આવા 436 પુલની ઓળખાણ કરી છે, જેમાં મોટા ભાગના પુલ રાજ્યના પર્વતીય જિલ્લામાં છે. તેમાં સૌથી વધારે 207 પુલ સ્ટેટ હાઈવે પર છે.

    રાજ્ય માર્ગો પર બનેલા આ પુલ અથવા તો જૂના છે કાંતો ખખડધજ હાલતમાં છે. આ પુલ વાહનો અને વધારે લોડ સહન કરી શકવા યોગ્ય નથી. બી શ્રેણીના આ પુલની ઓળખાણ કરીને મુખ્ય સચિવ આર કે સુધાંશુએ નિર્દેશ આપ્યા છે. તેમના નિર્દેશ પર જૂના પુલની યાદી તૈયાર કરી લેવામાં આવી છે.

    આ પણ વાંચો: ગુજરાત મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ

    સરકાર નક્કી કરશે પહેલા ક્યો પુલ બદલાશે


    વિભાગે જૂના પુલની ઓળખા કરી લીધી છે, પણ તેમાંથી સૌથી પહેલા ક્યો પુલ પ્રથમ શ્રેણીમાં બનાવામા આવે, તે સરકાર નક્કી કરશે, આ માટેનો પ્રસ્તાવ પણ સરકારને મોકલી આપવામાં આવ્યો છે.

    સૌથી વધારે ઉપયોગમાં લેવાતા પુલ બદલાશે


    વિભાગીય સૂત્રોનું કહેવુ છે કે, આ પુલોને સૌથી પહેલા બદલવામાં આવશે, જે સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. જેના પર વાહનોની અવરજવર વધારે હોય, લોડ વધારે હોય, તેમાંથી કેટલાય પુલ અવરજવર અને પર્યટન હિસાબે ઉપયોગમાં લેવાય છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Bridge, Uttrakhand

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन