Home /News /national-international /Bangladesh News: ઢાકા યુનિવર્સિટી કેમ્પસમાંથી રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા ગાયબ, 2 કિમી દૂર કપાયેલું માથું મળ્યું

Bangladesh News: ઢાકા યુનિવર્સિટી કેમ્પસમાંથી રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા ગાયબ, 2 કિમી દૂર કપાયેલું માથું મળ્યું

ફાઇલ તસવીર

ગયા અઠવાડિયે ઢાકા યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા ગુમ થયા બાદ સત્તાવાળાઓ દ્વારા આંશિક રીતે પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

ઢાકા: નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા ગયા અઠવાડિયે ઢાકા યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી, તે ગુમ થયા બાદ સત્તાવાળાઓ દ્વારા આંશિક રીતે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી UNB અનુસાર, 14 ફેબ્રુઆરીએ ઢાકા યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓએ ટાગોરની પ્રતિમા તેના મોં પર ટેપ લગાવીને ઊભી કરી હતી અને તેમાં સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, યુનિવર્સિટી કેમ્પસમાં સેન્સરશિપનો વિરોધ કરવા કેમ્પસમાં રાજુ મેમોરિયલ શિલ્પ પાસે પ્રતિકાત્મક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.

'UNB' અનુસાર, પ્રતિમા 16 ફેબ્રુઆરીના રોજ ગુમ થઈ ગઈ હતી અને તેનું કપાયેલું માથું યુનિવર્સિટી કેમ્પસથી લગભગ 2 કિમી દૂર મળી આવ્યું હતું. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, રવિવારે પ્રતિમાને તે જ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી હતી જેમાં માત્ર માથું હતું પરંતુ ટેપ દૂર કરવામાં આવી હતી. પ્રતિમા બનાવવા સાથે સંકળાયેલા ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના એક જૂથના પ્રમુખ શિમુલ કુંભકરે 'UNB'ને જણાવ્યું હતું કે, ‘ઢાકા યુનિવર્સિટીના પ્રોક્ટરે રાત્રે પ્રતિમાને હટાવી તેના બે ભાગ કરી નાંખ્યા હતા અમે સુહરાવર્દી ઉદ્યાનમાંથી તૂટેલા ભાગોને એકત્ર કરીને તેને ફરીથી સ્થાપિત કર્યા.’


વિદ્યાર્થી સંઘના નેતાની ટિપ્પણીના જવાબમાં યુનિવર્સિટીના પ્રોક્ટરે UNBને કહ્યુ કે, ‘અમે પ્રતિમા તોડી નથી, અમે તેને ત્યાંથી ખસેડી છે.’ તેઓ જે કરી રહ્યા છે તે યુનિવર્સિટીના નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. અગાઉ, 'ઢાકા ટ્રિબ્યુન' અખબારે અહેવાલ આપ્યો હતો કે, પ્રતિમા ગાયબ થયા પછી કેમ્પસમાં વિરોધ શરૂ થયો હતો.
First published:

Tags: Dhaka, International news, બાંગ્લાદેશ