Home /News /national-international /જમ્મુ કાશ્મીરમાં ડીજી જેલ હેમંત કુમાર લોહીયાની ગળું કાપીને કરી દેવાઈ હત્યા, TRFએ કહ્યું-અમિત શાહની મુલાકાત પીઆર નાનકડી ગિફ્ટ

જમ્મુ કાશ્મીરમાં ડીજી જેલ હેમંત કુમાર લોહીયાની ગળું કાપીને કરી દેવાઈ હત્યા, TRFએ કહ્યું-અમિત શાહની મુલાકાત પીઆર નાનકડી ગિફ્ટ

ડીજી જેલ હેમંત કુમાર લોહીયા

    જમ્મુ કાશ્મીરમાં ડીજી જેલ હેમંત કુમાર લોહીયાની હત્યા કરી દેવામાં આવી છે. આ કાયરતાપૂર્ણ કૃત્યની જવાબદારી આતંકી સંગઠન TRF દ્વારા લેવામાં આવી હતી. કાશ્મીરમાં સક્રિય આ આતંકી સંગઠને જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓને અંજામ આપ્યો છે. આ ઘટના જમ્મુના ઉદયવાલાની છે. હેમંત કુમાર લોહીયા રાત્રે જ્યારે પોતાનાં ઘરે જ હતા ત્યારે ઘરના નોકર યાસીરે તેઓ પીઆર હુમલો કરી દીધો હતો. અને કેચપની બોટલ વડે તેઓનું ગળું કાપી નાખ્યું હતું. ત્યાર બાદ તેઓને આગમાં બાળી દેવાનો પ્રયાસ કર્યો હતો. આતંકી સંગઠન TRF દ્વારા ડીજી જેલ હેમંત કુમાર લોહીયાની હત્યાને કોઈ મોટા ટાર્ગેટને નિશાન બનાવવા માટે આ કાયરતાપૂર્ણ કૃત્ય કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે અને સોમવારે રાત્રે જ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. તેઑ અહીં અનેક યોજનાઓનું એલાન કરવાના હતા.



    આ ઘટનાની જવાબદારી  આતંકી સંગઠન TRF દ્વારા લેવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસમાં આ તેમણે નાનકડી ભેટ ગણાવી હતી. એક પત્રમાં તેમણે લખ્યું હતું કે અમે આવનાર સમયમાં આવા બીજા ઓપરેશન્સ પણ કરતા રહીશું.

    ડિસેમ્બરમાં દીકરાના લગ્ન હતા

    આ ઘટના વખતે તેઓની સાથે પરિવાર નહોતો. તેઓ પોતે નોકર સાથે જ હતા, નોકર આ ઘટના બાદ ફરાર છે. હેમંત કુમારને બે સંતાનો હોવાની જાણકારી મળી છે જેમાં દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે અને બે મહિના બાદ ડિસેમ્બરમાં દીકરાના પણ લગ્ન હતા.

    તેઓ 1992માં આઇપીએસ બન્યા હતા. ઓગસ્ટ 2022માં તેઓને જમ્મુ કાશ્મીરમાં ડીજી જેલની જ્વાબદારી સોંપવામાં આવી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Jammu Kashmir, Murdered, જમ્મુ કાશ્મીર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन