ઝાયડ્સ કેડિલાની ‘વિરાફિન’દવાને કોરોના સંક્રમણની સારવાર માટે DCGIની ઇમરજન્સી મંજૂરી મળી

દેશમાં દવાથી લઇને ઓક્સિજન સુધીની અછત જોવા મળી રહી છે. આ દરમિયાન ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ (DGCI)કોરોના સારવાર માટે વધારે એક ઇમરજન્સી દવાની મંજૂરી આપી

દેશમાં દવાથી લઇને ઓક્સિજન સુધીની અછત જોવા મળી રહી છે. આ દરમિયાન ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ (DGCI)કોરોના સારવાર માટે વધારે એક ઇમરજન્સી દવાની મંજૂરી આપી

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં કોરોના મહામારીનો કાળો કેર જોવા મળી રહ્યો છે. દેશમાં દવાથી લઇને ઓક્સિજન સુધીની અછત જોવા મળી રહી છે. આ દરમિયાન ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ (DGCI)કોરોના સારવાર માટે વધુ એક ઇમરજન્સી દવાની મંજૂરી આપી છે. ઝાયડ્સ કેડિલાની વિરાફિન દવાને કોવિડ-19ની સારવાર માટે ઇમરજન્સી મંજૂરી આપવામાં આવી છે.

  રિપોર્ટ્સ પ્રમાણે દવા કંપની ઝાયડ્સનો દાવો છે કે વિરાફિનના ઉપયોગ પછી સાત દિવસમાં 91.15 ટકા કોરોના સંક્રમિતનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ એન્ટી વાયરસ દવાના ઉપયોગથી કોરોના દર્દીઓને રાહત મળે છે અને લડવાની તાકાત પણ આવે છે.

  આ પણ વાંચો - ગરીબોને મફત અનાજ આપશે મોદી સરકાર, 80 કરોડ લોકોને મળશે ફાયદો

  કંપનીના મતે જો કોરોના વાયરસ સંક્રમિત થવાની શરૂઆતમાં જ વિરાફિન દવા આપવામાં આવે તો દર્દીને બીમારીમાંથી બહાર આવવામાં ઘણી મદદ મળશે અને તકલીફ પણ ઓછી થશે. જોકે આ દવાને હાલ ડોક્ટરની સલાહ પછી જ આપવામાં આવશે અને દવા હોસ્પિટલમાં જ મળશે. કંપનીએ આ દવાનો ટ્રાયલ 25 કેન્દ્રો પર કર્યો હતો. જેના પરિણામ સારા મળ્યા છે.

  ત્રણ વેક્સીનને ઇમરજન્સી મંજૂરી

  કોરોના વાયરસ સંક્રમણ સામે દેશમાં ટિકાકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની બનાવેલી કોવિશીલ્ડ, ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સિનનો ઉપયોગ થઇ રહ્યો છે. આ પછી ભારત સરકારે રશિયાની વેક્સીન સ્પૂતનિક-વી ને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે અને માનવામાં આવી રહ્યું છે કે જલ્દી રશિયાની વેક્સીનનું પણ ટિકાકરણ શરુ થઇ જશે.
  Published by:Ashish Goyal
  First published: