નવી દિલ્હી : જો તમે આવનાર દિવસોમાં એર ટ્રાવેલ કરવા જઈ રહ્યા છો તો તમારે સાવધાની રાખવી પડશે. યાત્રી લાપરવાહી કરશે તો તેમની સામે ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સખત એક્શન પણ લઈ શકે છે. દેશમાં કોરોના વાયરસ મહામારીના વધી રહેલા કેસને લઈને ડીજીસીએએ નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જો યાત્રી વિમાનમાં માસ્ક નહીં પહેરે અને સાથે મહામારીની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જો યાત્રી સતત આવી ભૂલ કરશે તો તેમની હવાઇ સફર પર લાંબો પ્રતિબંધ પણ લગાવવામાં આવી શકે છે.
DGCA તરફથી જાહેર કરેલા સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટમાં દાખલ થતાની સાથે જ ત્યાંથી નીકળો ત્યાં સુધી માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. સર્કુલરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે હવાઇ યાત્રા દરમિયાન જો યાત્રી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઇડલાઇન્સનું પાલન નહીં કરે તો પ્લેનમાંથી ઉતારી દેવામાં આવશે. સાથે જે લોકો યાત્રા દરમિયાન સતત નિયમોનો ભંગ કરશે તેમની ઉપદ્રવી યાત્રી જાહેર કરવામાં આવશે.
- એર ટ્રાવેલ દરમિયાન માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફજિયાત.
- માસ્કને ત્યાં સુધી નાકની નીચે નહીં કરવામાં આવે જ્યાં સુધી કોઈ અપવાદની સ્થિતિ ના હોય.
- એરપોર્ટમાં યાત્રીની એન્ટ્રી દરમિયાન CISF કે અન્ય પોલીસ કર્મચારી એ સુનિશ્ચિત કરશે કે કોઇપણ માસ્ક વગર અંદર ના જાય.
- એરપોર્ટ પરિસર કે પ્લેનમાં જો કોઈ યાત્રી કોરોના નિયમોનું પાલન નહીં કરે તો તેને ચેતવણી આપી છોડી દેવામાં આવશે. જોકે સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે કાનૂન પ્રમાણે એક્શન લેવામાં આવશે,
- ડિપાર્ચર પહેલા પ્લેનમાં બેસેલ કોઈ યાત્રી જો ચેતવણી પછી પણ માસ્ક નહીં પહેરે તો તેને ઉતારી દેવામાં આવશે.
- ફ્લાઇટ દરમિયાન માસ્ક પહેરવાનો ઇન્કાર કરે અને કોવિડ પ્રોટોકોલનું પાલન ના કરે તો તેની સાથે ઉપદ્રવી યાત્રી જેવો વ્યવહાર કરવામાં આવશે.
- ઉપદ્રવી યાત્રીના લિસ્ટમાં આવનાર લોકોની હવાઇ યાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવશે. નવા નિયમો પ્રમાણે આ પ્રતિબંધ 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ કે તેના કરતા વધારે હોઈ શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર