દુનિયાભરના અનેક મોટી દેશો બાદ હવે ભારતે પણ બોઇંગ 737 મેક્સ પ્લેન પર બૅન લગાવી દીધો છે. ઇથોપિયાની દુર્ઘટના બાદ ડીજીસીએ દ્વારા બૅનનો આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે રવિવારે ઇથોપિયાના અદીદ અબાબામાં બોઇંગનું 737 મેક્સ-8 પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું જેમાં સવાર તમામ 157 લોકોના મોત થયા હતા.
આ પહેલા ઓક્ટોબર 2018માં ઇન્ડોનેશિયામાં પણ બોઇંગનું આ જ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં 189 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ ડીજીસીએ દ્વારા તાત્કાલીક પ્લેન પર બૅનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Directorate General of Civil Aviation (DGCA) has taken the decision to ground the Boeing 737-MAX planes immediately. pic.twitter.com/jWS7qZaDYQ
ઉલ્લેખનીય છે કે, ભારત પહેલા બ્રિટન, જર્મની, નોર્વે, ફ્રાન્સ જેવા મોટા દેશ બોઇંગ પ્લેન પર બૅન લગાવી ચૂક્યા છે. મલેશિયાએ પણ આ બૅન લગાવી દીધી છે. ચીન, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયાએ બોઇંગ પર અસ્થાઈ રોક લગાવી છે.