Home /News /national-international /

પ્રેમિકાથી કંટાળીને પ્રેમીએ 5 લોકોની કરી દીધી હત્યા, પાંચ મૃતદેહ ખાડામાં દફન કરી યુરિયાથી દાટી દીધા

પ્રેમિકાથી કંટાળીને પ્રેમીએ 5 લોકોની કરી દીધી હત્યા, પાંચ મૃતદેહ ખાડામાં દફન કરી યુરિયાથી દાટી દીધા

એક જ પરિવારના પાંચ લોકોની હત્યા

ત્રણ યુવતીની લાશ નિર્વસ્ત્ર મળી, આરોપીઓએ બળાત્કાર કર્યો હોવાની પણ આશંકા. આરોપીઓએ એટલા શાતિર હતા કે, લાશના નિકાલ માટે લાશ પર યુરિયા અને મીઠુ પાથરી દીધુ હતું.

  દેવસ : દેવાસના નેમાવરમાં 5 લોકોના જધન્ય હત્યાકાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પ્રેમસંબંધના કારણે આ હત્યા કરવામાં આવી હતી. મૃતક પરિવારની પુત્રી સાથે પ્રેમ સંબંધ ધરાવતા છોકરાએ તેના સાથીદારો સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. બાદમાં જેસીબીથી 10 ફૂટ ઊંડો ખાડો ખોદીને લાશને જમીનમાં દફનાવી દેવામાં આવી હતી. પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે.

  નેમાવર પોલીસે પાંચ લોકોની જધન્ય હત્યાના મામલામાં સાત આરોપીની ધરપકડ કરી છે. આ હત્યા કેસમાં મુખ્ય આરોપી સુરેન્દ્ર રાજપૂત છે. તેણે પોતાની પ્રેમિકાથી કંટાળીને આ ઘટનાને અંજામ આપ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

  દોઢ મહિનાથી ગુમ હતો પરિવાર

  નેમાવરમાં રહેતા મોહનલાલ કાસ્ટેની પત્ની મમતા બાઇ કાસ્ટે (45), પુત્રી રૂપાલી (21), દિવ્યા (14) અને રવિ ઓસ્વાલની પુત્રી પૂજા (15) અને પુત્ર પવન (14), જે 13 મેથી ગુમ હતા. જ્યારે ઘણા દિવસોથી તેમનો પત્તો લાગ્યો ન હતો, ત્યારે પરિવાર અને સંબંધીઓ સહિત કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ગુમ થયેલા લોકોની શોધ ચાલુ કરી હતી.

  પ્રેમ પ્રકરણમાં છેતરપિંડી

  ઘટનાની જાણ થતાં જ ઉજ્જૈન રેન્જ આઇજી / એડીજી યોગેશ દેશમુખ ગઈરાત્રે નેમાવર પહોંચ્યા હતા. જ્યાં આજે તેમણે દેવાસના એસપી ડો.શિવ દયાળસિંહ સાથે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. એડીજી યોગેશ દેશમુખે જણાવ્યું હતું કે, સુરેન્દ્ર અને રૂપાલીના પ્રેમ સંબંધને કારણે આ ઘોર હત્યાકાંડ થયો છે. સુરેન્દ્રને મૃત યુવતી રૂપાલી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ સુરેન્દ્રના લગ્ન બીજે ક્યાંક નક્કી થયા હતા. રૂપાલી નહોતી ઇચ્છતી કે, સુરેન્દ્ર અન્ય યુવતી સાથે લગ્ન કરે. તેણે સુરેન્દ્રના મંગેતરના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. માત્ર આ જ કારણે સુરેન્દ્રએ તેના સાથીદારો સાથે મળીને તેને રસ્તામાંથી હટાવવા આ ઘોર હત્યાકાંડને અંજામ આપ્યું છે.

  ફોનના લોકેશનથી પરથી પુરાવા મળ્યા

  મામલો ખૂબ જટિલ અને રહસ્યમય હતો. ક્યાંય કોઈ પુરાવા મળતા ન હતા. પોલીસે તપાસ માટે અનેક ટીમો બનાવી અને આજુબાજુના જિલ્લાઓમાં પણ મોકલી આપી હતી. આ દરમિયાન, દરેકના મોબાઇલ ફોનનું લોકેશન પણ શોધી કાઢવામાં આવ્યું હતું. મૃતક રૂપાલીના ફોનનું છેલ્લું લોકેશન અને કોલ ડિટેઇલના આધારે પોલીસે આરોપી સુરેન્દ્ર રાજપૂતની પુછપરછ કરી તો તેણે સચ્ચાઈ કબૂલી લીધી, તે પછી પોલીસે આ હત્યામાં મદદ કરનાર તેના 6 સાથીદારોની પણ ધરપકડ કરી હતી.  13 મેના રોજ હત્યા

  હત્યાકાંડ પુરી રીતે આયોજિત હતું. આરોપીઓએ 13 મેના રોજ મોડી રાત્રે રૂપાલી સહિત તેના પરિવારના પાંચ સભ્યોનું અપહરણ કર્યું અને પોતાના ખેતરમાં ખૂન કરી દીધું હતું. ત્યારબાદ, જેસીબી બોલાવી 10 ફૂટ ઊંડો ખાડો ખોદ્યા પછી, મૃતદેહોને એક બીજાની ઉપર મૂકી દીધા. આરોપીઓ કેટલા શાતીર છે, તેનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે, મૃતદેહોને નષ્ટ કરવા માટે તેમના પર યુરિયા અને મીઠું નાખવામાં આવ્યું હતું. એડીજી યોગેશ દેશમુખે નેમાવર પોલીસ સ્ટેશનમાં હત્યાના કારણો જાહેર કર્યા.

  ત્રણ યુવતીઓના શબ નિર્વસ્ત્ર

  તમામ મૃતકો ખંડવા જિલ્લાના ખલવા વિસ્તારના દલિત આદિવાસી સમાજના હતા. છેલ્લા કેટલાક સમયથી નેમાવરમાં રહેતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીઓએ ખાડામાં ખાતર અને મીઠું પણ નાખ્યું હતું જેથી મૃતદેહો ઝડપથી નિકાલ થાય. રૂપાલી, દિવ્યા અને પૂજા ત્રણેય યુવતીઓના મૃતદેહ નગ્ન મળી આવ્યા હતા. જેના કારણે તેમની સાથે બળાત્કાર થયો હોવાની પણ સંભાવના છે.  નેમાવર પોલીસે મુખ્ય આરોપી સુરેન્દ્ર રાજપૂત અને તેના ભાઈ ભુરુ ઉર્ફે વિરેન્દ્ર સહિત 7 આરોપીની હત્યાના સંબંધમાં ધરપકડ કરી છે. પોલીસને ગેરમાર્ગે દોરવા રૂપાલીનો મોબાઇલ ચલાવનાર 7મા આરોપી રાકેશ નિમોરની પણ ખણ્ડવાની ધરપકડ કરી લીધી છે. આ ઘટના બાદથી રાકેશ રૂપાલીનો મોબાઇલ વાપરી રહ્યો હતો, જેથી પોલીસ ગેરમાર્ગે દોરાય અને તે વિચારે કે બધા લોકો જીવિત છે.

  પોલીસે પોસ્ટર લગાવ્યા હતા

  13 મેથી ગુમ થયેલા પરિવારની શોધમાં પોલીસે વિવિધ સ્થળોએ આ લોકોના પોસ્ટરો લગાવ્યા હતા. તપાસમાં જોડાયેલ પોલીસને કેટલાક સંકેતો મળતાની સાથે જ, તેઓએ ત્રણ દિવસ પહેલા શંકાસ્પદ લોકોને કબજોમાં લઈ તેમની પૂછપરછ શરૂ કરી હતી. કડક પૂછપરછ કર્યા બાદ આરોપીઓએ સત્ય કબુલી લીધુ હતું.

  ખાડામાંથી મૃતદેહ બહાર કઢાયા

  આરોપીઓ દ્વારા બતાવવામાં આવેલી જગ્યા પર પોલીસ ખેતરમાં ગઈ હતી અને ખાડો ખોદ્યો હતો, ત્યારબાદ એક પછી એક પાંચ લોકોની લાશ મળી હતી. આ હત્યાના કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૃતક આદિવાસી સમાજના હતા, તેથી આખો આદિવાસી સમાજ વિરોધમાં એકઠો થયો છે. તેમાં આદિવાસી, જયસ અને ગોંડવાની રિપબ્લિક પાર્ટીના લોકો પણ તેમાં જોડાયા હતા.
  Published by:kiran mehta
  First published:

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन