દેવરહા બાબાએ ઈન્દીરા ગાંધીને આપ્યું હતું, પંજાનું ચૂંટણી નિશાન

દેવરહા બાબા (ફાઈલ ફોટો)

જે પણ હોય પરંતુ આ બાબાને લઈ વિવાદ ક્યારે પણ સામે આવ્યો નથી. દરેક બાજુ તેમને સન્માન જ મળતુ હતું.

 • Share this:
  રામદેવ બાબા, શ્રી શ્રી રવિશંકર અને બીજા સાધુ-સાધ્વીઓના પહેલા પણ ઘણા બાબા થઈ ગયા. તે બાબાઓ પણ રાજનૈતિક વ્યક્તિઓના નજીકના રહ્યા. એવા સંતો બાબાઓમાં સૌથી પહેલા નામ આવે છે, ધર્મસંઘ બનારસના કરપાત્રી જી મહારાજનું. ઘણા લાંબા સમય સુધી રાજનીતિને પ્રભાવિત કરવનારા આ દિગ્ગજ સંતે તો પોતાની રાજનૈતિક પાર્ટી પણ બનાવી લીધી હતી. આ ક્રમમાં દેવરિયા જીલ્લાના દેવરહા બાબાનું નામ પણ આવે છે.

  દેવરહા બાબાનું ખુબ સન્માન હતું
  કોંગ્રેસ પાર્ટીને હાથનો પંજો દેવરહા બાબાએ આપ્યો હતો. દેવરહા બાબા ગોરખપુર પાસે દેવરિયા જીલ્લાના હતા. એક જાણીતા સંત. એક એવા સંત જે સમાજના મેળાઓમાં તો હતા, પરંતુ ભીડમાં રહેતા ન હતા. તેમના વિશે જાત-ભાતની કહાનીઓ પ્રચલિત હતી. કોઈ કહેતું હતું કે, તે તેમને પચાસ વર્ષથી જોઈ રહ્યા છે, તો કોઈ તેમને 100 વર્ષથી ઉપરના જણાવતા હતા. જે પણ હોય તેમને લઈ વિવાદ ક્યારે પણ સામે આવ્યો નથી. દરેક બાજુ તેમને સન્માન જ મળતુ હતું.

  ગાય-વાછરડાંને લઈ થઈ રહ્યા હતા હુમલા
  પંજા પહેલા કોંગ્રેસનું ચૂંટણી નિશાન ગાય-વાંછરડા હતું. ઈમરજન્સી દરમ્યાન વિપક્ષી નેતાઓને જેલમાં ભરવામાં આવી રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, ઈન્દીરા ગાંધીના દીકરા સંજય ગાંધી પ્રધાનમંત્રીના નામ પર નિર્ણય લઈ રહ્યા હતા. વિપક્ષીદળોએ તેનો ખૂબ પ્રચાર કર્યો. એટલું જ નહીં કોંગ્રેસના ચૂંટણી ચિહ્નને પણ નિશાનને પણ લપેટામાં લીધુ. વરિષ્ઠ પત્રકાર કમલેશ ત્રિપાઠી જણાવે છે કે, તે સમયે રાજનીતિમાં સક્રિય રહેનારા લોકો જણાવે છે કે, ગાય-વાંછરડાને ઈન્દીરા અને સંજયનું પ્રતિક બચાવી પ્રચાર પ્રચાર કરવામાં આવી રહ્યો હતો.

  ઈમરજન્સી બાદ 1977માં થયેલી ચૂંટણીમાં ઈન્દીરા ગાંધીનો પરાજય થયો. જનતા પાર્ટી જીતી. ઈન્દીરા ગાંધી પરેશાન હતા. તે દરમ્યાન તેમણે ત્રણ દિવસનો ઈલાહાબાદનો પ્રવાસ કર્યો. ઈલાહાબાદમાં ગંગા તટ પર દેવરહા બાબા આવેલા હતા. તો કોઈએ ઈન્દીરરા ગાંધીને તેમના દર્શન કરવાની સલાહ આપી.

  ગંગામાં રહેતા હતા બાબા
  બાબા ગંગા કિનારે અથવા કહેવામાં આવે છે કે ગંગામાં જ રહેતા હતા. ગંગાના કિનારે વાંસની ઊંચી ઝાડી બનતી હતી. બાબા તેની પર જ બેઠેલા રહેતા હતા. સવાર સાંજ લોકો ત્યાં જમા થતા. બાબા પોતાના પગ લટકાવી દેતા અને શ્રદ્ધાળુ તેમના પગે માથુ ટેકાવી આશિર્વાદ લેતા. જોકે, કોઈ વીઆઈપી આવે તો થોડો સમય તેમને પણ આપતા હતા.

  બાબાના આશ્રમનો ફોટો પણ છપાયો હતો
  સામાન્ય રીતે ગળામાં રુદ્દાક્ષની માળા પહેરનારી ઈન્દીરા ગાંધી ત્યાં પણ ગયા. કહેવામાં આવે છે કે, બાબાએ એકાંતમાં તેમની સાથે કઈંક વાત કરી. ત્યારબાદ ઈન્દીરા ગાંધી દેવરીયા તેમના આશ્રમ પણ ગયા. જાણકારો જણાવે છે કે, બાબાએ અબય મુદ્દામાં હાથ ઉઠાવી આશિર્વાદ આપતા કહ્યું હતું કે, આજ તમારી કલ્યાણ કરશે. શ્રી ત્રિપાઠી યાદ કરે છે કે, અમે લોકોએ તે તસવીર જોઈ હતી, જેમાં ઈન્દીરા ગાંધી મઈલ આશ્ર્મ ગયા હતા.

  સરળ હતો પંજાથી પ્રચાર
  બાબા ભોજપુરી બોલતા પણ હતા અને સંસ્કૃતના યાદ રહે તેવા મંત્રોનું ઉચ્ચારણ કરતા. જાહેર છે કે, તેમના કહેવાનો મતલબ ઈન્દીરાજીને બતાવવામાં આવ્યો હશે. જાણકારો અનુસાર, ઈમરજન્સી દરમ્યાન વિરોધીઓના પ્રચારને રોકવા માટે ઈન્દીરા ગાંધી ગાય-વાંછરડાના ચૂંટણી ચિહ્નને બદલવા જ માંગતા હતા. તે સમયે તેમને પણ હાથનો પંજો ગમ્યો.

  1978માં ચૂંટણી નિશાન બદલાઈ ગયું. આ પંજામાં ખાસ વાત એ છે કે, તેને બતાવવા કોઈએ કઈં લઈને જવાની જરીરત ન હતી. બસ પંજો બતાવી દીધોય જ્યારે ગાય-વાંછરડાનું નિશાન બતાવવું સરળ ન હતું. આ નિશાન બનાવવા માટે કપાયેલી સ્ટેન્સિલનો પ્રયોગ કરવો પડતો હતો. જરૂરત પડી તો તુરંત પંજો છાપી દીધો. આ રીતે બે બળદની જોડીથી શરૂ થયેલું કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન આખરે પંજો બન્યું. કેટલાક લોકો પંજાનો સંબંધ શંકરાચાર્ય ચંદ્રશેખર રસસ્વતીના આશિર્વાદ સાથે જોડે છે, પરંતુ હિન્દી ભાી વિસ્તારોમાં તે દેવરહા બાબાની જ દેન માનવામાં આવે છે.
  Published by:kiran mehta
  First published: