પુરી જગન્નાથ રથયાત્રા પર રોકની વિરુદ્ધ SC પહોંચ્યો મુસ્લિમ સ્ટુડન્ટ, આજે થશે સુનાવણી

News18 Gujarati
Updated: June 22, 2020, 9:43 AM IST
પુરી જગન્નાથ રથયાત્રા પર રોકની વિરુદ્ધ SC પહોંચ્યો મુસ્લિમ સ્ટુડન્ટ, આજે થશે સુનાવણી
રથયાત્રાને લઈને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવનારો હુસૈન બીએ અર્થશાસ્ત્રના ત્રીજા વર્ષનો સ્ટુડન્ટ છે

રથયાત્રાને લઈને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવનારો હુસૈન બીએ અર્થશાસ્ત્રના ત્રીજા વર્ષનો સ્ટુડન્ટ છે

  • Share this:
ભુવનેશ્વરઃ ઓડિશા (Odisha)ના નગાગઢ જિલ્લાનો 19 વર્ષીય મુસ્લિમ સ્ટુડન્ટ આફતાબ હુસૈને સુપ્રીમ કોર્ટે (Supreme Court)માં અરજી દાખલ કરી ભગવાન જગન્નાથ રથ યાત્રા (Lord Jagannath Rath Yatra) પર રોક લગાવવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. કોર્ટે 18 જૂને કહ્યું હતું કે જન સ્વાસ્થ્ય અને નાગરિકોના હિતની રક્ષાને ધ્યાને લઈ આ વર્ષે 23 જૂને ઓડિશાના પુરીમાં નિર્ધારિત રથ યાત્રાને મંજૂરી ન આપી શકાય અને જો અમે તેની મંજૂરી આપીએ તો જગન્નાથ અમને ક્યારેય માફ નહીં કરે. આ અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

આ રથયાત્રામાં દુનિયાભરના લોકો સામેલ થાય છે. રથયાત્રાને લઈને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવનારો હુસૈન નયાગઢ ઓટોનોમસ કોલેજમાં બીએ અર્થશાસ્ત્રના ત્રીજા વર્ષનો સ્ટુડન્ટ છે. તેને સોશિયલ મીડિયા પર રાજ્યના બીજા સબાલેગ કહેવામાં આવી રહ્યો છે. સલાબેગ મુસ્લિમ વ્યક્તિ અને ભગવાન જગન્નાથના મોટા ભક્ત હતા. મુખ્ય તીર્થથી ગુંડિચા મંદિર સુધી ત્રણ કિલોમીટરની આ યાત્રા દરમિયાન સન્માનના રૂપમાં ગ્રેન્ડ રોડ પર સ્થિત સલાબેગની કબરની પાસે સ્વામીનો રથ થોડીવાર માટે રોકાય છે.


આ પણ વાંચો, આર્મી માટે 2018માં લેવામાં આવેલો સરકારનો નિર્ણય હવે ચીન માટે બનશે મુસીબત!


હુસૈને પોતાના વકીલ પી. કે. મહાપાત્રાના માધ્યમથી સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે. હુસૈને કહ્યું કે મારા દાદાએ 1960માં ઇતામતીમાં ત્રિનાથ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. હુસૈને કહ્યું કે તેણે ભગવાન જગન્નાથ વિશેના અનેક પુસ્તકો વાંચ્યા છે અને તે બ્રહ્માંડના ભગવાન પ્રત્યે આસ્થા રાખે છે. હુસૈનના પિતા ઇમદાદ હુસૈન, માતા રાશિદા બેગમ અને નાના ભાઈ અનમોલે તેને જગન્નાથની મૂર્તિની પૂજા કરવાથી ક્યારેય રોક્યો નથી.આ પણ વાંચો, Covid-19: ભારતમાં 20 દિવસમાં અઢી ગણો થયો ડેથ રેટ, જુલાઈ વધુ ખતરનાક
First published: June 22, 2020, 9:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading