મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં જ સરકાર બનશે : નીતિન ગડકરી

News18 Gujarati
Updated: November 7, 2019, 3:51 PM IST
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં જ સરકાર બનશે : નીતિન ગડકરી
ન્યૂઝ18 ક્રિએશન

મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવા માટે ખેંચતાણના સમાચાર વચ્ચે કેન્દ્રી મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ મૌન તોડ્યું છે.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી બીજેપી (BJP) અને શિવસેના (Shivsena) વચ્ચે સરકાર બનાવવાને લઈને ખેંચતાણ ચાલી રહી છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પહેલા જ કહી ચુક્યા છે જે નક્કી થયું હતું તે લઈને ઝંપશે. તેમણે કહ્યુ કે શિવસેના પાસે હજી તમામ વિકલ્પ ખુલ્લા છે. આ દરમિયાન બીજેપી નેતાઓ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. આશા છે કે બીજેપી સરકાર રચવાનો દાવો કરી શકે છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું છે કે, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં જ સરકાર બનશે.

બીજી તરફ શિવસેનાએ પણ રાજ્યપાલને મળવા માટેનો સમય માંગ્યો છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત વચ્ચે શિવસેનાને ડર છે કે બીજેપી તેના ધારાસભ્યોને તોડી શકે છે અને સરકાર બનાવવા માટે જાદુઇ આંકડા સુધી પહોંચી શકે છે. આ કારણે શિવસેનાએ પોતાના ધારાસભ્યોને હૉટલમાં ખસેડી દીધા છે.

ફડણવીસના નેતૃત્વમાં સરકાર બનશે : નીતિન ગડકરી

મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવા માટે ખેંચતાણના સમાચાર વચ્ચે કેન્દ્રી મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ મૌન તોડ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર બનાવવા અંગે બહુ ઝડપથી કોઈ નિર્ણય લેવામાં આવશે. સાથે સાથે તેમણે મુખ્યમંત્રી (Chief Minister)ના પદ માટે ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દેતા જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)ના નેતૃત્વમાં જ સરકાર બનશે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) અને સંઘ પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)ને આની સાથે કોઈ સંબંધ નથી.

શિવસેના સાથે ચર્ચા

નીતિન ગડકરીએ કહ્યુ કે સરકાર બનાવવા અંગે શિવસેના સાથે સતત વાતચીત ચાલી રહી છે. અમને વિશ્વાસ છે કે શિવસેના સાથે મળીને અમે સરકારનું નિર્માણ કરીશું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે તેમનું નામ ચાલી રહ્યું હોવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે આવી કોઈ સંભાવના ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે દિલ્હીમાં જ રહેવાની વાત કરી હતી.આ પણ વાંચો : કરતારપુર પર પાકિસ્તાનનો યૂટર્ન, હવે શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટ જરૂરી

ફડણવીસ સ્વીકાર્ય નથી : રાઉત

આ પહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા અને સામનાના કાર્યકારી સંપાદક સંજય રાઉતે બીજેપી અને ખાસ તો દેવેન્દ્ર ફડણવીસ પણ આકરા પ્રહારો કર્યા હતા. રાઉતે કહ્યુ હતુ કે શિવસેનાના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે સ્વીકાર્ય નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યુ કે, જો તેમની ઈચ્છા હોય તો તેઓ (દેવેન્દ્ર ફડણવીસ) કાલે જ નાયબ મુખ્યમંત્રી બની શકે છે. સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે, લાંબા સમયથી અમે વિરોધ સહન કરી રહ્યા છીએ પરંતુ અમને ખતમ કરવાની વાત બોલનાર કોઈ નથી મળ્યું. તેમણે શિવસેનાને ખતમ કરવી છે, પોતાના વિરોધીઓને ખતમ કરવા છે. પોતાની પાર્ટીમાં જ પડકાર ફેંકી રહેલા નેતાઓને ખતમ કરવા છે. અહંકારીનો અહમ તોડવાનો આ યોગ્ય સમય છે.
First published: November 7, 2019, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading