મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો છે કે, ભીમા-કોરેગાંવ વિરોધ અને હિંસા કોઈ ઘટના ન હતી, પરંતુ આ એક મોટુ ષડયંત્રનો એક ભાગ હતો. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, ભીમા-કોરેગાંવ એક મોટા ષડયંત્રનો એક ભાગ હતો. આ ઘટના બાદ અમે કેટલીએ રેડ કરી અને ખબર પડી કે, તે આવી કેટલીએ પ્રકારની ઘટનાઓનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તે નક્સલીઓ સાથે મળીને આ બધુ કરવા માંગતા હતા. ખુદને બચાવવા માટે તે લોકો (નજરબંધી વામપંથી વિચારક) સુપ્રીમ કોર્ટ પણ ગયા, પરંતુ નિર્ણય અમારા પક્ષમાં જ આવ્યો.
દેવેન્દ્ર ફડણવીસે 16મી હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં આ વાત કરી છે. મુખ્યમંત્રીએ એ પણ કહ્યું કે, આ ચરમ દક્ષિણપંથી અને વામપંથીને નથી ઓળખતા અને તે આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે, જે સંવિધાન વિરુદ્ધ કામ કરે છે. 28 સપ્ટેમ્બરે ફડણવીસે ગત વર્ષે ડિસેમ્બરમાં ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસાના મામલામાં પાંચ વામપંથી કાર્યકર્તાઓ વિરુદ્ધ રાજ્ય પોલીસ દ્વારા તપાસમાં દખલ દેવા માટે સુપ્રીમ કોર્ટે ના પાડી તેનું સ્વાગત કર્યું હતું.
ફડણવીસે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયે સાબિત કરી દીધુ છે કે, રાજ્ય પોલીસે વરવર રાવ, અરૂણ ફરેરા, વર્ણન ગોન્સાલ્વિસ, સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખ્ખા વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચ્યું ન હતું. આ પાંચે લોકો 29 ઓગષ્ટે પોતાના ઘરમાં નજરબંધ હતા.
ફડણવીસે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ રાજનૈતિક પાર્ટીઓને પોતાના ફાયદા માટે આ ધરપકડ કરવામાં આવેલા લોકોનું સમર્થન ન કરવું જોઈએ. નહી તો આ રાજનૈતિક પાર્ટીઓનો અસલી ચહેરો સામે આવી જશે.
તમને જણાવી દઈએ કે, તેલૂગુ કવિ વરવર રાવની હૈદરાબાદથી 28 ઓગષ્ટે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કાર્યકર્તા ગોન્સાલ્વિસ અને અરૂણ ફરેરાની મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય સુધા ભારદ્વાજ અને નવલખાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા 2.1ના બહુમતથી લેવામાં આવેલા આ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા પાંચ કાર્યકર્તાઓની ગૃહ ધરપકડની સુરક્ષા વધુ ચાર અઠવાડીયા સુધી લાગૂ રહેશે. જોકે, ગૌતમ નવલખાને દિલ્હી હાઈકોર્ટે મોટી રાહત આપી દીધી છે. કોર્ટે તેમની ટ્રાંજિટ ડિમાંડ ફગાવી તેમની નજરબંધી ખતમ કરી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર