Home /News /national-international /દેવેન્દ્ર ફડણવીસે ટાઉનહોલમાં કહ્યું- શિવસેનામાં ભંગાણ માટે ઉદ્ધવ ઠાકરે જવાબદાર

દેવેન્દ્ર ફડણવીસે ટાઉનહોલમાં કહ્યું- શિવસેનામાં ભંગાણ માટે ઉદ્ધવ ઠાકરે જવાબદાર

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની કાર્યશૈલીના કારણે શિવસેનામાં ફાટ પડી.

Mumbai: દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવવા અને સંકટ માટે માત્ર ઉદ્ધવ ઠાકરે જ જવાબદાર છે. શિવસેનાના ભાગલા માટે તેમની કાર્યશૈલી જવાબદાર છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે CNN-News18 ના ટાઉનહોલ કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પૂર્વ મહા વિકાસ અઘાડી સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં તાજેતરના રાજકીય ઉથલપાથલ પાછળ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો હાથ છે અને તેમની કાર્યશૈલીને કારણે શિવસેનામાં વિભાજન થયું. આ કાર્યક્રમમાં બોલતા ફડણવીસે સ્પષ્ટપણે કહ્યું કે તેમનું ધ્યાન દિલ્હી પર નહીં પરંતુ મહારાષ્ટ્ર પર છે.

ફડણવીસે કહ્યું, 'મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવવા અને સંકટ માટે માત્ર ઉદ્ધવ ઠાકરે જ જવાબદાર છે. શિવસેનાના ભાગલા માટે તેમની કાર્યશૈલી જવાબદાર છે. લગભગ 30-40 ધારાસભ્યોએ મહાવિકાસ આઘાડી ગઠબંધન છોડી દીધું અને ઉદ્ધવ ઠાકરેને તેનો ખ્યાલ નહોતો.

બીજેપી નેતાએ એવું પણ કહ્યું, 'ઉદ્ધવજી તેમના ભાષણમાં પડકાર આપતા હતા કે 'તમે મારી સરકારને તોડવાની કોશિશ કરી શકો છો'. મેં કહ્યું 'એક દિવસ તમારી સરકાર પડી જશે અને તમને ખ્યાલ પણ નહીં આવે' અને એવું જ થયું.

આ પણ વાંચો- જાણો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર કમો પુરસ્કારરૂપે મળેલી રકમનું શું કરે છે?

બીજી તરફ ભાજપ-શિવસેના ગઠબંધનમાં તિરાડ પર ફડણવીસે કહ્યું, 'ઉદ્ધવ ઠાકરેએ જનાદેશની મજાક ઉડાવી હતી. જ્યારે અમે ગઠબંધન કરીને લડ્યા હતા, ત્યારે દરેક મીટિંગમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સીએમ બીજેપીનો હશે. ઉદ્ધવજી પણ મંચ પર હતા અને તાળીઓ પાડી હતી. પરંતુ જ્યારે આકાંક્ષાઓ ક્ષમતાઓ કરતાં વધી જાય છે ત્યારે લોકો આવા નિર્ણયો લે છે.

ઉદ્ધવ ઠાકરે પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, "અમે બાળાસાહેબ ઠાકરેના નેતૃત્વમાં હિંદુત્વ માટે લડ્યા હતા અને આજે તેઓ બાળાસાહેબને કહી રહ્યા છે, સાહેબ બાળાસાહેબ ઠાકરે... ઉર્દૂમાં કેલેન્ડર છપાઈ રહ્યા છે... આ પ્રકારનું તુષ્ટિકરણ શિવસેનાએ પહેલા ક્યારેય કર્યું નથી.

આ પણ વાંચો- પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું ચૂંટણીનું માઈક્રો પ્લાનિગ

જો કે આ સાથે જ તેમણે કહ્યું કે ઠાકરે ભલે તેમના રાજકીય હરીફ હોય પરંતુ તેઓ દુશ્મન નથી. તેમણે કહ્યું,'હું હજુ પણ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી શકું છું, પરંતુ તે માત્ર અરાજકીય વાતચીત હશે. દરેક બાબતને રાજકીય દૃષ્ટિકોણથી જોવી જોઈએ નહીં.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ આ વખતે ડેપ્યુટી સીએમ પદ આપવાના કાવતરા સાથે જોડાયેલી અફવાઓને પણ ફગાવી દીધી હતી. તેમણે કહ્યું, 'મારું ધ્યાન મહારાષ્ટ્ર પર છે, દિલ્હી પર નહીં... હું માનું છું કે માત્ર વિપક્ષોએ મને નાનો દેખાડવાનો પ્રયાસ કર્યો, જ્યારે મારી પાર્ટી અને નેતાઓ મારી સાથે હતા.' તેમણે કહ્યું કે, 'પક્ષના આદેશ મુજબ હું લોકોની સેવા કરવા તૈયાર છું. પદથી કોઈ ફરક પડતો નથી. હું ટીમ ભાજપમાં ઓલરાઉન્ડર છું. સચિન તેંડુલકરની જેમ.
First published:

Tags: Maharashtra, Mumbai News, Shivsena, શિવસેના

विज्ञापन