Home /News /national-international /દેવેન્દ્ર ફડણવીસ જાણતા હતા કે શિંદે બનશે મુખ્યમંત્રી, PM મોદીના કહેવા પર ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા- સૂત્ર
દેવેન્દ્ર ફડણવીસ જાણતા હતા કે શિંદે બનશે મુખ્યમંત્રી, PM મોદીના કહેવા પર ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા- સૂત્ર
ભાજપાના સૂત્રોએ News18 ને આ વાત જણાવી છે (ફાઇલ ફોટો)
Maharashtra News - પહેલા ફડણવીસે જાહેરાત કરી હતી કે તે સરકારમાં ભાગ બનશે નહીં. જોકે થોડા કલાક પછી ભાજપાના અધ્યક્ષ જેપી નડ્ડાએ ફડણવીસને ડિપ્ટી સીએમના રૂપમાં કાર્યભાર સંભાળવાનો નિર્દેશ આપ્યો હતો
મુંબઈ : મહારાષ્ટ્ર ભાજપાના નેતા દેવેન્દ્ર ફડણવીસ જાણતા હતા કે એકનાથ શિંદે (CM Eknath Shinde) મમહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફડણવીસને ફોન કર્યો હતો અને તેમને કહ્યું હતું કે તેમણે ડિપ્ટી સીએમના રૂપમાં કાર્યભાર સંભાળવો જોઈએ. ભાજપાના સૂત્રોએ News18 ને આ વાત જણાવી છે. મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના (Eknath Shinde)નામ પર મહોર મારીને ભાજપે સૌને ચોંકાવી દીધા છે. ગુરુવારે પૂર્વ સીએમ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ પદ માટે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી હતી.
પહેલા ફડણવીસે જાહેરાત કરી હતી કે તે સરકારમાં ભાગ બનશે નહીં. જોકે થોડી કલાક પછી ભાજપાના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે શીર્ષ નેતૃત્વએ ફડણવીસને ડિપ્ટી સીએમના રૂપમાં કાર્યભાર સંભાળવાનો નિર્દેશ આપ્યો છે. ભાજપાના એક સૂત્રએ News18 ને કહ્યું કે કે ફડણવીસ આખી પ્રક્રિયાનો ભાગ હતા અને જાણતા હતા કે તે મુખ્યમંત્રી બનશે નહીં અને એકનાથ શિંદેને સીએમ જાહેર કરવામાં આવશે. ફડણવીસ પાર્ટીના એક સમર્પિત કાર્યકર્તા અને ઉત્કૃષ્ઠ પ્રશાસક છે.
મહારાષ્ટ્ર માટે પાર્ટીનું વિઝન કોઇથી મોટું નથી - ભાજપા સૂત્ર
ભાજપાના એક અન્ય ઉચ્ચ પદસ્થ સૂત્રએ કહ્યું કે ફડણવીસ હસી રહ્યા હતા અને પોતાના માટે એક અસમાન્ય પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. મહારાષ્ટ્ર માટે પાર્ટીનું વિઝન બધાથી મોટું છે. તે જાણતા હતા કે તેમણે જે પ્રયત્નો કર્યા છે તે શિંદેને મુખ્યમંત્રી બનાવવા જઈ રહ્યા છે. શપથ ગ્રહણના પહેલા 2 દિવસ સુધી તેમના પરિવારના સભ્યો પણ મુંબઈમાં ન હતા. સૂત્રોના મતે પ્રધાનમંત્રી મોદીએ ફડણવીસને ફોન કરીને કહ્યું કે તેમને ડિપ્ટી સીએમના રૂપમાં કાર્યભાર સંભાળવાનો છે અને સરકારની બહાર બેસવાનું નથી.
સૂત્રએ કહ્યું કે તે એક સારા પ્રશાસક છે અને તેમના શાસનમાં સામેલ રહેવાની આવશ્યતકતા હતી. તેમને ડિપ્ટી સીએમ બનાવવાનો નિર્ણય પુરી રીતે શાનદાર શાસનના ઉદ્દેશ્યો માટે છે. દેવેન્દ્ર ફડણવીસ ભાજપાના એક સમર્પિત અને પ્રતિબદ્ધ કાર્યકર્તા છે અને તે પોતાનું ભલા ઇચ્છનારને ના કહી શકતા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર