કમલનાથ સરકાર પાસે વધુ એક સંતની માંગણી, 'કેબિનેટ દરજ્જો નહીં આપો તો આપઘાત કરી લઈશ'

દેવ મોરારી બાપૂ

કેસરિયા હિન્દુ વાહિનીના અધ્યક્ષ દેવ મુરારી બાપૂએ કહ્યુ કે જો તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો નહીં મળે તો તેઓ આપઘાત કરી લેશે.

 • Share this:
  કોમ્પ્યુટર બાબા (Computer Baba) પછી વધુ એક સંતે કમલનાથ (Kamalnath) સરકાર પાસેથી સુખ-સગવડની માંગણી કરી છે. સાથે જ સંતે ધમકી આપી છે કે જો આવું નહીં થાય તો તેઓ આપઘાત કરી લેશે. આ સંત બીજા કોઈ નહીં પરંતુ દેવ મુરારી બાપૂ (Dev Murari Bapu) છે. તેઓ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ ન્યાસના પ્રવક્તા અને કેસરિયા હિન્દુ વાહિનીના અધ્યક્ષ છે.

  વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની પડખે ઉભા રહેલા બાબા હવે આંખો બતાવી રહ્યા છે. પહેલા કોમ્પ્યુટર બાબા અને હવે રામ મંદિર નિર્માણ ન્યાસના અધ્યક્ષ દેવ મુરારી બાપૂએ કમલનાથ સરકાર પાસેથી સત્તામાં ભાગીદારીની માંગણી કરી છે. દેવ મુરારી બાપૂ કેબિનેટ મંત્રીના દરજ્જાની માંગણી કરી રહ્યા છે. તેમણે ખુલ્લી ધમકી આપી છે કે પદ નહીં મળે તો તેઓ આપઘાત કરી લશે.

  દેવ મુરારી બાપૂનું કહેવું છે કે ચૂંટણીમાં બીજેપી વિરુદ્ધ માહોલ બનાવવા બદલ તેમને ઇનામ મળવું જોઈએ. તેમને ગૌ સંવર્ધન બોર્ડના અધ્યક્ષ બનાવવા જોઈએ. સત્તા માટે મુરારી બાપુ એટલે તલપાપડ છે કે તેમણે મંત્રીપદ નહીં મળે તો આપઘાત કરી લેવાની ધમકી પણ આપી છે. મુરારી બાપૂની સંતગીરી છોડીને સત્તામાં ભાગીદારી માંગણીથી કોંગ્રેસ સરકાર પરેશાન છે. પ્રદેશના મંત્રી બાબા બચ્ચનનું કહેવું છે કે આ અંગે મુખ્યમંત્રી કમલનાથ કોઈ નિર્ણય લેશે. જ્યારે, મંત્રી પીસી શર્માનું કહેવું છે કે સરકાર દેવ મુરારી બાપૂના પક્ષમાં વિચારી રહી છે. જોકે, સરકાર પર દબાણનું રાજકારણ કરવામાં આવી રહ્યુ છે તેનો પણ જવાબ ટૂંક સમયમાં આપવામાં આવશે.

  સંતોને સત્તાનો લોભ

  રાજનીતિ અને સત્તામાં સંતોની વધી રહેલી દખલને જોતા લાગી રહ્યું છે કે સંત્તોને હવે સત્તા સુખમાં વધારે રસ છે. દેવ મુરારી બાપૂનું દબાણનું રાજકારણ શું નવા રંગ લાવશે એ તો સમય જ બનાવશે.
  Published by:Vinod Zankhaliya
  First published: