દેવ દિવાળીની ઉજવણીમાં સામેલ થવા PM આજે જશે વારાણસી, 6 લેન હાઈવેનું કરશે ઉદ્ઘાટન

દેવ દિવાળીની ઉજવણીમાં સામેલ થવા PM આજે જશે વારાણસી, 6 લેન હાઈવેનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં રાજઘાટ ખાતે આયોજિત દેવ દિવાળી મહોત્સવમાં સામેલ થશે અને લેઝર શોનો પણ આનંદ માણશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં રાજઘાટ ખાતે આયોજિત દેવ દિવાળી મહોત્સવમાં સામેલ થશે અને લેઝર શોનો પણ આનંદ માણશે

  • Share this:
    લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે એક દિવસના પ્રવાસ પર પોતાના લોકસભા વિસ્તાર વારાણસી (Varanasi) જશે. વડાપ્રધાન નેશનલ હાઇવે નંબર-2 (NH-2)ના હંડિયા-રાજા તાલાબ ખંડના 6 લેનના કાર્યને રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન નરેન્ર્ા મોદી કાશી વિશ્વનાથ મંદિર (Kashi Vishwanath Temple) ધામ પરિયોજના સ્થળે પણ જશે. વડાપ્રધાન રાજઘાટ, વારાણસીમાં આયોજિત દેવ દિવાળી મહોત્સવ (Dev Deepawali Mahotsav)માં સામેલ થશે અને લેઝર શોનો પણ આનંદ માણશે. સાથોસાથ પીએમ મોદી સારનાથ પુરાતત્વ પરિસરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અવલોકન પણ કરશે. વડાપ્રધાનના તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામેલ થશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખજૂરીમાં જાહેરસભાને સંબોધિત કરી ડોમરી પહોંચશે. ત્યારબાદ ક્રૂઝ પર સવાર થઈને તેઓ રાજઘાટ પહોંચશે.



    આ પણ વાંચો, Goldના ભાવમાં 8,000 રૂપિયા અને Silverમાં 19,000 રૂપિયાથી વધુનો ઘટાડો, જાણો કેવો રહેશે ટ્રેન્ડ

    આ પણ વાંચો, પેટના દુખાવાથી લઈ તાવ સુધી, કોરોના વેક્સીનની સાઇડ ઇફેક્ટ્સને લઈ વૈજ્ઞાનિકોની ચેતવણી

    પીએમ મોદી (PM Modi)ના પ્રવાસને લઈ અહીં સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જમીનથી આકાશ સુધી સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જમીન પર સીઆરપીએફ, સીઆઇએસએફ, આઇટબીપીની સાથે સોઓ સ્તરના અધિકારી, ઇન્પેેઓક્ટર અને સબ-ઇન્સ્પેક્ટરની સાથે પોલીસકર્મીઓનો મોટો જથ્થો વારાણસીના દરેક સ્થળે નજર રાખશે. તેની સાથે જ સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા પણ સુરક્ષા પર નજર રાખવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published:November 30, 2020, 07:08 am

    ટૉપ ન્યૂઝ