શું ડેટૉલના ઉપયોગથી કોરોનાવાયરસ નથી થતો? કંપનીએ કરી સ્પષ્ટતા

News18 Gujarati
Updated: February 3, 2020, 1:08 PM IST
શું ડેટૉલના ઉપયોગથી કોરોનાવાયરસ નથી થતો? કંપનીએ કરી સ્પષ્ટતા
બ્રિટનમાં કેટલાક લોકોએ એવો દાવો કર્યો કે Dettolના ઉપયોગથી કોરોનાવાયરસના સંક્રમણથી બચી શકાય છે, શું છે હકીકત?

બ્રિટનમાં કેટલાક લોકોએ એવો દાવો કર્યો કે Dettolના ઉપયોગથી કોરોનાવાયરસના સંક્રમણથી બચી શકાય છે, શું છે હકીકત?

  • Share this:
લંડન : દુનિયાભરમાં લોકો હાથ ધોવા માટે કોઈને કોઈ લિક્વિડ સોપનો ઉપયોગ કરે છે. કંપનીઓ દાવો કરે છે કે તેનાથી કીટાણુ દૂર ભાગે છે. થોડા દિવસ પહેલા બ્રિટન (Britain)માં કેટલાક લોકોએ એવો દાવો કર્યો કે ડેટૉલ (Dettol)ના ઉપયોગથી કોરોનાવાયરસના સંક્રમણથી બચી શકાય છે. ડેટૉલની ગણતરી લિક્વિડ સોપ બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીમાં કરવામાં આવે છે, પરંતુ જ્યારે આ અફવા ફેલાઈ તો ડેટૉલને તેની પર સ્પષ્ટતા કરવી પડી. કંપનીએ કહ્યું કે તેના લિક્વિડ સોપના ઉપયોગથી ખતરનાક કોરોનાવાયરસ (Coronavirus)ને નથી ભગાડી શકાતો.

અફવા કેવી રીતે ફેલાઈ?

બ્રિટનની વેબસાઇટ 'ધ સન' મુજબ, ત્યાંના કેટલાક સ્ટોરમાં ડેટૉલના એવા ડબ્બા જોવા મળ્યા જેની પર એક અલગથી લેબલ લાગેલા હતા. તેની પર અનેક બીમારીઓની સાથે કોરોનાવાયરસનું નામ લખેલું હતું. આ લેબલમાં લખ્યા મુજબ દાવો કરવામાં આવ્યો કે ડેટૉલના ઉપયોગથી કોરોનાવાયરસને ખતમ કરી શકાય છે. લોકોએ ડેટૉલના ડબ્બાઓને સોશિયલ મીડિયા પર શૅર કરવાનું શરૂ કરી દીધું. કેટલાક લેબલની નીચે મેન્યુફેક્ચરિંગ વર્ષ 2019ની તારીખનું હોવાનું નોંધાયું હતું. લોકો સોશિયલ મીડિયા પર એ વાતથી આશ્ચર્યમાં છે કે કંપનીએ આ વાયરસ વિશે પહેલાથી કેવી રીતે ખબર હતી. આ બીમારીની ઝપેટમાં લોકો જાન્યુઆરી 2020માં આવવાના શરૂ થયા છે.

કંપનીની સ્પષ્ટતા

ડેટોલને દુનિયાભરમાં રેકિટ બેન્કિસર (Reckitt Benckiser) નામની કંપની બનાવે છે. કંપનીએ સફાઈ આપતાં કહ્યું કે, નવા વાયરસ (કોરોનાવાયરસ) વિશે કંપનીને ખબર નથી અને તેનું કોઈ ટેસ્ટિંગ હાલ નથી થયું, પરંતુ જ્યારે તેના સ્ટેરેન અમને મળશે તેની પર ડેટૉલની અસરને અમે ટેસ્ટ કરીશું.

ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોનો દાવો

થોડા દિવસો પહેલા ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ જીવલેણ કોરોનાવાયરસ વિરુદ્ધની લડાઈમાં મોટી લપલબ્ધી હાંસલ કરવાનો દાવો કર્યો. ઑસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેઓએ ચીનની બહાર એક સેમ્પલ વિકસિત કર્યું છે અને તેના દ્વારા ટૂંક સમયમાં વાયરસની સારવાર શોધવામાં આવશે. મેલબર્નમાં ધ ડોહર્ટી ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું કે એક દર્દીના સેલ કલ્ચર (તપાસ) દરમિયાન કોરોનાવાયરસના સેમ્પલ વિકસિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, કોરોનાવાયરસ: ચીને માત્ર 8 દિવસમાં તૈયાર કરી 1000 બેડવાળી હૉસ્પિટલ- જુઓ વીડિયો
First published: February 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading