આખો પરિવાર તબાહ! 'હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું', ત્રણ બાળકોની હત્યા બાદ દંપતીની આત્મહત્યા

News18 Gujarati
Updated: June 5, 2020, 5:36 PM IST
આખો પરિવાર તબાહ! 'હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું',  ત્રણ બાળકોની હત્યા બાદ દંપતીની આત્મહત્યા
તસવીર NBT પરથી

સૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું. જો અમે આવું ન કરીએ તો અમારા બાળકોની કોઈ દેખરેખ ન કરે. કારણ કે અમારા પરિવારમાં સંબંધો સારા નથી.'

  • Share this:
બારાબંકીઃ ઉત્તર પ્રદેશમાં આર્થિંક તંગી સામે લડી રહેલા એક દંપતીએ (couple) ત્રણ બાળકોની હત્યા (children murder) કર્યા બાદ આત્મહત્યા (suicide) કર્યાની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. શુક્રવારે સવારે એક ઘરની અંદરથી પાંચ લાશ મળવાની માહિતી મળતા ગામમાં ખળભરાટ મચી ગયો હતો. પોલીસને (police) ઘટના સ્થળેથી સૂસાઈડ નોટ મળી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સફેદાબાદમાં પ્રોપર્ટી ડીલર વિવેક કુમાર શુક્લા પોતાના પરિવારથી અલગ રહેતા હતા. જોકે, પત્ની અને બાળકો તેમની સાથે રહેતા હતા.

અનેક દિવસોથી તેમના ઘરમાં કોઈ ગતિવિધિ ન થતાં બીજા મકાનમાં અલગ રેતી વિવેક શુક્લાની માતાએ છતથી અંદર જોયું હતું. માતાનું કહેવું હતું કે ત્રણ દિવસ કોઈ હલચલ ન થતાં જોયું તો વિવેક રસ્સીથી લટકતો હતો. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે ઘરનો દરવાજો તોડ્યો હતો.

આ પણ વાંચોઃ-તમારા ઘરે નોકરાણી આવે છે તો સાવધાન! દિલ્હીમાં હાઉસમેડના કારણે 20 લોકોને થયો કોરોના, 750 ક્વોરન્ટાઈન

પુત્રીઓના શરીર ઉપર ચપ્પાના નિશાન
એક રૂમમાં વિવેકની પત્ની અને બે પુત્રીઓ પડી હતી. બંને પુત્રીઓના શરીર ઉપર ચપ્પાના નિશાન હતા. પત્નીના શરીર ઉપર કોઈ ઈજા ન હતી. એવું લાગતું હતું કે ઝેર ખાધું હશે. આંગણામાં વિવેક લટકતો મળ્યો હતો. આગળના રૂમમાં પુત્રની લાશ લોહીથી લથપથ મળી હતી. ઘટના સ્થળે ચપ્પુ મળ્યું હતું. અને એક સૂસાઈડ નોટ અંગ્રેજીમાં લખેલી હતી.

આ પણ વાંચોઃ-આદિવાસીઓ સામે સરકાર ઘૂંટણીએ! સ્ટેસ્ચૂ ઓફ યુનિટી વિસ્તારમાં ફેન્સિંગની કામગીરી સ્થગિત'અમે વિચારી રહ્યા હતા કે સ્થિતિ ઠીક થશે'
સૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'અમે આર્થિક તંગીમાં જીવી રહ્યા હતા. લોકોને ઘણાં પૈસા આપવાના હતા. અમે વિચારી રહ્યા હતા કે સ્થિતિ ઠીક થઈ જશે. અનેક દિવસોથી પ્રયત્નો પણ કરી રહ્યા હતા. પરંતુ આમાં સફળ રહ્યા ન હતા. હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું. જો અમે આવું ન કરીએ તો અમારા બાળકોની કોઈ દેખરેખ ન કરે. કારણ કે અમારા પરિવારમાં સંબંધો સારા નથી.'

આ પણ વાંચોઃ-હવે પૈસા આપ્યા વગર જ ઘરે બેઠા 10 મિનિટમાં બની જશે PAN કાર્ડ, જાણો પ્રોસેસ

11 વર્ષ પહેલા કર્યા હતા love marriage
ઘટના સ્થળે ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે 11 વર્ષ પહેલા વિવેકે લવ મેરેજ કર્યાહતા. પહેલા મોબાઈલની દુકાન હતી. બે વર્ષ પહેલા ગેરેઝનું કામ શરું કર્યું હતું. હવે પ્રોપર્ટીનું કામ શરું કર્યું હતું.
First published: June 5, 2020, 5:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading