સદીનાં સૌથી ભયંકર પૂર બાદ પણ કેરળમાં પ્રવાસીઓની સંખ્યા વધી

"આવી વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રવાસન ઉદ્યોગ બેઠો થયો એ બાબત મહત્વની કહેવાય"

"આવી વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રવાસન ઉદ્યોગ બેઠો થયો એ બાબત મહત્વની કહેવાય"

  • Share this:
    થિરુવનંથપુરમ: કેરળમાં ગયા વર્ષે સદીનું સૌથી ભયંકર પૂર આવવા છતાં સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ ધમધમતો રહ્યો હતો અને પ્રવાસીઓની સંખ્યા વધી હતી.

    2018નાં વર્ષમાં કેરળને 36000 કરોડની આવક થઇ હતી તેમ જાણવા મળે છે. વરસાદી આફતે સમગ્ર કેરળ રાજ્યને તહેસનહેસ કરી નાંખ્યુ હતુ પણ આ રાજ્ય આફતમાંથી બેઠું થઇ ગયુ અને પ્રવાસ ઉદ્યોગ ધમધમતો થયો.

    કેરળ રાજ્ય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 2018નાં વર્ષમાં પ્રવાસન ઉદ્યોગને 36 હજાર કરોડની આવક થઇ હતી, 2017નાં વર્ષ કરતા 2018માં આ આવકમાં વધારો જોવા મળ્યો હતો. 2017નાં વર્ષમાં કેરળમાં પ્રવાસન ઉદ્યોગને 28 હજાર કરોડની આવક થઇ હતી.

    કેરળ સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, 2018નાં વર્ષમાં 1.60 કરોડ પ્રવાસીઓએ કેરળની મુલાકાત લીધી હતી. જ્યારે 2017નાં વર્ષમાં 15.76 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.



    જે કૂલ પ્રવાસીઓએ કેરળની મુલાકાત લીધી હતી તેમાં 10 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ હતા. વિશ્વનાં પ્રવાસન નકશા પર કેરળને મહત્વનું સ્થાન મળેલું છે અને આ સ્થળનો પ્રવાસ ચોક્કસ કરવો જ જોઇએ એમ કહેવામાં આવે છે. વિદેશી પ્રવાસીઓને કારણે પણ સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને વેગ મળે છે અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

    પૂરની આફત પછી કેરળ રાજ્ય સરકાર દ્વારા અને પ્રવાસન વિભાગ દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા તેના કારણે આ ઉદ્યોગ ફરી બેઠો થઇ શક્યો અને લોકોને રોજગારી મળવાની ફરી શરૂ થઇ. મહત્વની વાત એ છે કે, કેરળની વસ્તીનાં પચાસ ટકા જેટલા લોકો દર વર્ષે પ્રવાસીઓ અહીંયા આવે છે.

    પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે, ગયા વર્ષે કેરળમાં સદીનું સૌથી ભયાનક પૂર આવ્યુ હતુ. આવી વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રવાસન ઉદ્યોગ બેઠો થયો એ બાબત મહત્વની કહેવાય”.
    Published by:Bhoomi Koyani
    First published: