Home /News /national-international /પાકિસ્તાનમાં ખાવા માટે અનાજ નથી પણ શોખ વૈભવી! માત્ર 6 મહિનામાં કરોડો રૂપિયાની લક્ઝરી ગાડીઓ ખરીદી
પાકિસ્તાનમાં ખાવા માટે અનાજ નથી પણ શોખ વૈભવી! માત્ર 6 મહિનામાં કરોડો રૂપિયાની લક્ઝરી ગાડીઓ ખરીદી
પાકિસ્તાનમાં આર્થિક કટોકટી હોવા છતાં કરોડોની લક્ઝરી કાર ખરીદી રહ્યા છે લોકો
Pakistan Crisis-પાકિસ્તાનમાં વધતી મોંઘવારીને કારણે લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે, પરંતુ પાકિસ્તાનનો એક વર્ગ પોતાની એશોઆરામ પર ખર્ચ કરવામાં કોઈ કમી નથી છોડી રહ્યો. પાકિસ્તાનીઓએ કાર અને અન્ય સંબંધિત સામાનની આયાત પર $1.2 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં પૂર બાદ મોંઘવારી વધતા લોકોમાં હાહાકાર મચી ગયો છે. દિવસે દિવસે સ્થિતિ વણસી રહી છે. ગરીબ પાકિસ્તાનમાં લોટ માટે લોકો રસ્તા પર મરી રહ્યા છે. લોટની કિંમતો દિનપ્રતિદિન વધી રહી છે, જેના કારણે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. લોકો માટે રોજબરોજની વસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની છે.
પાકિસ્તાનની હાલત જોઈને લોકો તેને બીજું શ્રીલંકા કહી રહ્યા છે, જણાવી દઈએ કે શ્રીલંકામાં આર્થિક સ્થિતિ ખરાબ થયા બાદ ત્યાંના લોકો મોંઘવારીને કારણે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાષ્ટ્રપતિ ભવનમાં પણ ઘૂસી ગયા હતા.
પાકિસ્તાનમાં વધતી મોંઘવારીને કારણે લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે, પરંતુ પાકિસ્તાનનો એક વર્ગ પોતાની એશોઆરામ પર ખર્ચ કરવામાં કોઈ કમી નથી છોડી રહ્યો. પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર, આર્થિક કટોકટી હોવા છતાં, છેલ્લા છ મહિનામાં જ 1.2 અબજ યુએસ ડોલરની કારની આયાત કરવામાં આવી છે. પાકિસ્તાનીઓએ કાર અને અન્ય સંબંધિત સામાનની આયાત પર $1.2 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.
પાકિસ્તાન ડૉલરની ગંભીર અછતનો સામનો કરી રહ્યું છે અને તેની પાસે $5 બિલિયન કરતાં પણ ઓછો ભંડાર છે, જે તેની આયાતના ત્રણ અઠવાડિયા માટે વિત્તપોષણ કરવા માટે ભાગ્યે જ પૂરતો છે. રિપોર્ટ અનુસાર, લક્ઝરી કાર કે અન્ય સામાન પર થતા ભારે ખર્ચને રોકવા માટે પાકિસ્તાન સરકારે નવી પોલિસી લાવવી જોઈએ, પરંતુ અહીં પણ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ થઈ રહી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર