નવી દિલ્હી : કેન્દ્ર સરકાર લોકોને રૂ. 5 લાખ જીતવાની તક આપી રહી છે. આ રકમ જીતવા માટે તમારે એક સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. આ હરીફાઈ જીતનારને આ રકમ ઇનામ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ગ્રેન્ડ વોટર સેવિંગ ચેલેન્જ શરૂ કરી છે. સ્વચ્છ ભારત મિશન અને સંયુક્ત રાષ્ટ્રના એસડીજીના સમર્થનમાં આ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, ઇન્વેસ્ટ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને AGNIiનો સહયોગ મળ્યો છે.
શુ કરવાનું રહેશે?
આ સ્પર્ધા અંતર્ગત ભારતીય શૌચાલય માટે ઇનોવેટિવ ફ્લશ સિસ્ટમ તૈયાર કરવાની રહેશે. સ્વચ્છતાની સીધી અસર વ્યક્તિના સ્વાસ્થ્ય પર પડે છે. જેથી શૌચાલયની સ્વચ્છતા અને હાઇજિન તેમજ પાણીની બચતનું ધ્યાન રાખવાનો આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ છે. અત્યારના સમયની સૌથી મોટી માંગ સ્વચ્છતા તેમજ પાણીની બચત છે, જે પ્રયાસથી પૂર્ણ થઈ શકે.
ઈનામની રકમ કેટલી?
1st Prize: પ્રથમ ક્રમે આવનાર ટીમ અથવા વ્યક્તિને રૂ. 5 લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે.
2nd Prize: દ્વિતીય નંબરે આવનારને ટીમ અથવા વ્યક્તિને રૂ. 2.50 લાખનું ઇનામ આપવામાં આવશે.
સ્પર્ધમાં ભાગ લેવા માટે તમારે https://www.startupindia.gov.in/content/sih/en/ams-application/challenge.html?applicationId=6050cc03e4b03f92cbc8c95e પર જવું પડશે. જ્યાં તમે આ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશો.
સ્પર્ધામાં ભાગ લેનાર એન્ટ્રીને સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબમાં પણ સામેલ કરવામાં આવી શકે છે. DPIIT દ્વારા નોંધાયેલા સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક સંસ્થાઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
જાણો, છેલ્લી તારીખ કઈ?
ભાગ લેવાની ઈચ્છા ધરાવતા લોકોએ તેના મોડેલને 25 જૂન 2021 સુધીમાં સબમિટ કરાવવાના રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર