દેશી કપલે 72 વર્ષના સફળ વૈવાહિક જીવનના સિક્રેટ કર્યા શેર, Video ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ

દેશી કપલે 72 વર્ષના સફળ વૈવાહિક જીવનના સિક્રેટ કર્યા શેર, Video ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ
72 વર્ષનું લગ્ન જીવન સાથે વિતાવનાર આ દાદા-દાદીનું જીવન તમને એક વાર્તા જેવું લાગી શકે છે. પરંતુ આ કોઈ વાર્તા નથી આ એક સત્ય હકીકત છે.

72 વર્ષનું લગ્ન જીવન સાથે વિતાવનાર આ દાદા-દાદીનું જીવન તમને એક વાર્તા જેવું લાગી શકે છે. પરંતુ આ કોઈ વાર્તા નથી આ એક સત્ય હકીકત છે.

  • Share this:
અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે, જ્યાં યોગ્ય જીવનસાથી મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. 72 વર્ષનું લગ્ન જીવન સાથે વિતાવનાર આ દાદા-દાદીનું જીવન તમને એક વાર્તા જેવું લાગી શકે છે. પરંતુ આ કોઈ વાર્તા નથી આ એક સત્ય હકીકત છે. ઇન્સ્ટાગ્રામ પર હ્યુમન્સ ઓફ બોમ્બેના પેજ પર 72 વર્ષનું સુંદર વૈવાહિક જીવન સાથે વિતાવનાર દાદા-દાદીનો એક ક્યુટ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

101 વર્ષના પતિ અને 90 વર્ષના પત્ની કે જેમણે સાત દાયકા કરતા પણ વધુ જીવન એકબીજા સાથે વિતાવ્યું છે, તેમણે યુવાઓને સફળ વૈવાહિક જીવન માટેની કેટલીક ટિપ્સ આપી છે.આ સુંદર અને ક્યુટ વીડિયોમાં બર્ફી મુવીનું ‘ઈતની સી ખુશી’ ગીત મુકવામાં આવ્યું છે. વીડિયોને ઈન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. 72 વર્ષનું વૈવાહિક જીવન કેવી રીતે સફળ થાય છે તે વિશેની કેટલીક વાતો રજૂ કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટની ટકોર: 'કોરોનાની ચેઇન તોડવી જરૂરી છે, ત્રણથી ચાર દિવસ કર્ફ્યૂ અંગે નિર્ણય લો'

કપલે વીડિયોમાં જણાવ્યું છે કે, દિવસમાં એક વાર તો સાથે બેસીને જમવું જ જોઈએ. તમારા પાર્ટનરનો હાથ પકડો. પતિ-પત્નીમાં કેટલીક બાબતોને લઈને મતભેદ હોય છે. કોઈપણ વાત હોય તે જતી કરીને સોરી કહેવું જોઈએ તથા એકબીજાને કરેલા પ્રોમિસ યાદ રાખવા જોઈએ.

Explainer: ગુજરાતમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન બાળકો માટે બની રહ્યો છે ઘાતક! આવા હોય છે લક્ષણો

વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેટલીક નાની નાની બાબતો વૈવાહિક જીવનને સફળ બનાવી શકે છે. આ સુંદર વીડિયોને 3 લાખ કરતા વધુ લાઈક મળી છે તથા કમેન્ટ પણ કરવામાં આવી છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે, આવા જ લાઈફ પાર્ટનરની તલાશ છે. દાદા-દાદીને ખૂબ શુભેચ્છાઓ પણ આપવામાં આવી છે.આ કપલનું એક ઇન્સ્ટાગ્રામ પર ederly grandparentsનું પેજ પણ છે, જ્યાં તેઓ તેમના ફોટોઝ અને વિડીયો શેર કરતા રહે છે.
Published by:News18 Gujarati
First published:April 06, 2021, 14:20 pm

ટૉપ ન્યૂઝ