કોરોના વાયરસ (Coronavirus) હળવો પડતા જ દેશભરમાં હાલ લગ્નની સિઝન (Wedding Season) જામી છે. રોજ હજારોની સંખ્યમાં લગ્નની સાથે જ વેડિંગ વેન્યૂ અને હોટલ્સ ફૂલ થયા છે. આ દિવસ દરેક યુગલ માટે ખૂબ ખાસ (Special Day for Couple) હોવાની સાથે દરેકને પોતાના અલગ અલગ રીવાજો (Rituals) હોય છે, જે તેમના માટે ખૂબ ખાસ હોય છે.
હાલ સોશિયલ મીડિયા (Social Media) પર લગ્નના અનેક વીડિયો પણ ફરતા થયા છે. જેણે નેટિઝન્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું છે. તેવામાં હાલમાં જ સોશિયલ મીડિયામાં એક લગ્નનો વીડિયો વાયરલ (Marriage Viral Video) થયો છે, જેમાં દેશી વર-વધુ મંડપમાં પોતાના લગ્ન દરમિયાન કિસ (Bride-Groom Kiss) કરે છે. સામાન્ય રીતે આ રીવાજ ખ્રિસ્તી ધર્મમાં હોય છે.
શટરડાઉન ફોટોગ્રાફી નામના ફોટોગ્રાફી એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ (Instagram) પર અપલોડ કરવામાં આવેલ એક વીડિયોમાં વિદુષી શર્મા નામની કન્યા તેના વરની સાથે જોવા મળી રહી છે. આ વીડિયો દેખીતી રીતે દંપતીના 'ફેરા' વિધિ દરમિયાન શૂટ કરવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. જે બાદ પંડિતજીના આગ્રહ પછી યુગલ એકબીજાને કિસ કરે છે.
આ વાયરલ વીડિયોમાં વરરાજાના પિતાએ પંડિતજીને વિનંતી કરી કે તેઓ નવ વિવાહિત દંપતિને ચુંબન કરવાનુ કહે. કારણ કે તેઓ હમણાં જ એકબીજા સાથે લગ્નગ્રંથિથી બંધાયા છે. વરરાજાના પિતાએ પંડિતજીને કહ્યું કે, તમે કહો કે હવે તમે દુલ્હનને કિસ કરી શકો છો. આ સાંભળી શરમાઈ ગયેલા પંડિતજીએ આ શબ્દો હિન્દીમાં કહ્યા. પંડિતજીએ નવવિવાહિત દંપતિને કિસ કરવાનું કહેતા બંનેએ એકબીજાને કિસ કરી હતી.
પંડિતજીએ શરમાઇને કરેલી આ વિનંતીથી લગ્નમાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતા. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, જુઓ, યુ મે કિસ ધ બ્રાઇડનું હિન્દી વર્ઝન.
વાયરલ થઇ રહ્યો છે વીડિયો
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને તેને 26,000થી વધુ વખત જોવામાં આવ્યો છે અને હજારો લાઈક્સ મળી ચૂકી છે. વીડિયોમાં વરરાજાના પિતા અને પૂજારીની લોકોએ ઘણી પ્રશંસા કરી છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે, આ કેટલું ક્યૂટ છે. તો અન્ય યૂઝરે કમેન્ટ્સ કરી કે, આ ક્ષણને સુંદર રીતે દર્શાવવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર