તમિલનાડુના પોલ્લાચિ સ્ટેશન નજીક રેલવે ટ્રેક ઉપર બુધવારે ઇન્ટેસિટીનો દેશી બોમ વિસ્ફોટ થયો હતો. જેના કરાણે ત્યાંથી પસાર થનારી મદુરાઇ કોયંબતૂર ટ્રેનના યાત્રીઓમાં હડકંપ મચી ગઈ હતી.
જાનહાની કે સંપત્તીને કોઇ નુકસાન નહી પોલીસે ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ટ્રેન અચાનક થંભી ગઇ હતી. જોકે, આ ઘટનાના કારણે કોઇ જાનહાની કે સંપત્તીનું નુકસાન થયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, બોમ્બ દડાના આકરનો હતો. અને પાટા ઉપર રાખવામાં આવ્યો હતો. બોમ્બમાં ફોસ્ફરસ અને સલ્ફર જેવા કેમિકલ હતો.
બોમ્બ ડિટેક્શન સ્ક્વાર્ડ અને ફોરેન્સિક એક્સપર્ટની તપાસની સૂચના પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે બોમ્બ ડિટેક્શન સ્ક્વાર્ડ અને ફોરેન્સિક એક્સપર્ટને બોમ્બ અંગે તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. કાવેરી જળ વિવાદ મામલા પર પીએમકે તરફથી આપવામાં આવેલા બંધના એલાનને ધ્યાનમાં રાખીને કોયંબતૂર જિલ્લામાં સ્થિત આ સ્ટેશનની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારે સઘન બનાવી દીધી છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર