Home /News /national-international /રણજીત હત્યાકાંડમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમ સહિત પાંચને આજીવન કેદની સજા

રણજીત હત્યાકાંડમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમ સહિત પાંચને આજીવન કેદની સજા

સાથે રામ રહીમ પર 31 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે અન્ય આરોપીઓ પર 50-50 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો

Ranjit Singh Murder Case- રણજીત સિંહ હત્યાકાંડમાં સોમવારે પંચકુલાની(Panchkula) વિશેષ સીબીઆઈ કોર્ટે (special CBI court)પોતાનો નિર્ણય સંભળાવ્યો

પંચકુલા : રણજીત સિંહ હત્યાકાંડમાં (Ranjit Singh Murder Case)સોમવારે પંચકુલાની(Panchkula) વિશેષ સીબીઆઈ કોર્ટે (special CBI court)પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે ડેરા સચ્ચા સૌદાના (Dera Sacha Sauda) ગુરમીત રામ રહીમ (Gurmeet Ram Rahim Singh)અને 4 અન્ય આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. સાથે રામ રહીમ પર 31 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે અન્ય આરોપીઓ પર 50-50 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કુરુક્ષેત્ર નિવાસી રણજીત સિંહની 10 જુલાઇ 2002ના રોજ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ કેસમાં 8 ઓક્ટોબરે પંચકૂલા સ્થિત હરિયાણા સ્પેશ્યિલ સીબીઆઈ કોર્ટે ગુરુમીત રામ રહીમ, તત્કાલિન ડેરા પ્રબંધક કૃષ્ણ લાલ, અવતાર, જસબીર અને સબદિલને દોષિત ગણાવ્યા હતા. સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં જજ ડો. સુશીલ કુમાર ગર્ગે લગભગ અઢી કલાકની ચર્ચા પછી આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. જ્યારે આ પહેલા ગુરમીત રામ રહીમને સાધ્વીઓના યૌન શોષણના મામલામાં 20 વર્ષની સજા થઇ ચૂકી છે. આ સિવાય પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે.

આ પણ વાંચો - BJPનો દાવો- સોનિયા-રાહુલની ઉપસ્થિતિમાં CWC મિટિંગમાં થયું સરદાર પટેલનું અપમાન

જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત

પંચકુલામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ત્યાં પાંચથી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી નથી અને કોઈપણ તિક્ષણ હથિયાર લઈ જવા પર પણ પ્રતિબંધ છે. CBI કોર્ટ પરિસરમાં ITBPની ચાર ટુકડી તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો - પોલીસ ઇન્સપેક્ટરે 2 યુવતીઓને કારથી કચડી નાખી, એકનું ઘટનાસ્થળે મોત

કઈ રીતે થયો હતો હત્યાકાંડ?

રણજીત સિંહ ડેરા સચ્ચા સૌદાની વ્યવસ્થાપન સમિતિના સભ્ય હતા. તેઓ જીટી રોડને અડીને આવેલા તેના ખેતરોમાં નોકરોને ચા આપ્યા પછી ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે ગોળીમારી તેમની હત્યા થઈ હતી. આ હત્યામાં પંજાબ પોલીસના કમાન્ડો સબદિલ સિંહ, અવતાર સિંહ, ઇન્દ્રસેન અને કૃષ્ણલાલ આરોપી હતા. રણજીત સિંહની હત્યા કર્યા બાદ હત્યારાઓએ ડેરામાં શસ્ત્રો જમા કરાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રણજીત સિંહ ડેરાની ઉચ્ચ સ્તરીય વ્યવસ્થાપન સમિતિના સભ્ય હતા. તેઓ ડેરામુખીની એકદમ નજીક માનવામાં આવતા હતા.
First published:

Tags: CBI Court, Dera Sacha Sauda, Gurmeet Ram Rahim Singh