વિધાનસભાનાં નાયબ અધ્યક્ષ હાથી પરથી લપસી ગ્યા, પછી હસવા લાગ્યા!

પ્રતિકાત્મક તસવીર

તેમના સમર્થકોએ તેમનુ સ્વાગત કરવા માટે રેલીનું આયોજન કર્યુ અને તેમને હાથીની અંબાડી પર બેસાડ્યા અને સરઘસ કાઢ્યું હતું,

 • Share this:
  એક રમુજી કિસ્સામાં, ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય અને તાજેતરમાં આસામ વિધાનસભામાં નાયબ અધ્યક્ષ તરીકે ચુંટાયેલા ક્રિપાનાથ માલાહ હાથી પર સવારી કરી રહ્યા હતા ત્યારે અચાનક હાથી પરથી ગબડી પડ્યા. તેમના સમર્થકોએ તેમને હાથી પર બેસાડી એક રેલી કાઢી હતી એ દરમિયાન આ ઘટના બની હતી.

  આ ઘટના ત્યારે બની કે જ્યારે ક્રિપાનાથ માલાહ વિધાનસભાનાં નાયબ અધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી પહેલી વખત તેમના મત વિસ્તાર રાતાબરીની મુલાકાતે ગયા અને તેમના સમર્થકોએ તેમનુ સ્વાગત કરવા માટે રેલીનું આયોજન કર્યુ અને તેમને હાથીની અંબાડી પર બેસાડ્યા અને સરઘસ કાઢ્યું. તેમની સમર્થકોએ આગ્રહ રાખ્યો કે, તેમણે હાથી પર બેસવું. જો કે, હાથીએ બેસેન્સ ગુમાવતા માલાહ લપસીને ગ્રાઉન્ડ પર પડ્યા. સદનસીબે, તેમને કોઇ ઇજા થઇ નહોતી.

  અમિત શાહની રેલી પહેલા બંગાળમાં આસામ જેવું NRC તૈયાર કરવામાં લાગી BJP

  આ ઘટના બનતાથી સાથે તેમની આસપાસના સમર્થકો તેમની નજીક દોડી ગયા હતા અને તેમને ઉભા કર્યા હતા પણ આ સમગ્ર ઘટનાને તેમણે હળવાશથી લીધી હતી અને પોતે હસી પડ્યા હતા. તેઓ હસ્યા એટલે તેમના સમર્થકો પણ હસ્યા હતા.

  આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. જો કે, તેમને કોઇ ઇજા ન થતા, સૌ ચિંતા મુક્ત થયા હતા.

  આસામઃ હાથણીએ કાદવમાં ફસાઈ ગયેલા પોતાના બચ્ચાને ભારે જહેમત બાદ બહાર કાઢ્યું
  Published by:Vijaysinh Parmar
  First published: