સચિન પાયલટે જેકે લોન હોસ્પિટલની મુલાકાત લીધી, કહ્યું - જવાબદારી નક્કી કરવી પડશે

સચિન પાયલટે જેકે લોન હોસ્પિટલની મુલાકાત લીધી, કહ્યું - જવાબદારી નક્કી કરવી પડશે
શનિવારે કોટા પહોંચેલા ઉપ-મુખ્યમંત્રી સચિન પાયલટે પીડિત પરિવારોની મુલાકાત કરી

શનિવારે કોટા પહોંચેલા ઉપ-મુખ્યમંત્રી સચિન પાયલટે પીડિત પરિવારોની મુલાકાત કરી

 • Share this:
  કોટા : રાજસ્થાન (Rajasthan)ના કોટામાં (Kota)બાળકોનો મોત પર થઈ રહેલા વિવાદ પછી શનિવારે ડિપ્ટી સીએમ સચિન પાયલટે (Sachin Pilot)જેકે લોન હોસ્પિટલની (JK Lon Hospital)મુલાકાત લીધી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે પાયલટે કહ્યું છે કે સરકાર આંકડોમાં ફસાવીને જવાબદારીથી બચી શકે નહીં. જવાબદારી નક્કી કરવી પડશે. તેમણે આ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot)ના નિવેદન પર કહ્યું કે સરકારે આવા મામલામાં વધારે સંવેદનશીલ થવું પડશે. તેર મહિના થયા પછી બાળકોના મોત મામલે જુની સરકારના વલણને જવાબદાર ગણાવવું યોગ્ય નથી.

  શનિવારે કોટા પહોંચેલા ઉપ-મુખ્યમંત્રી સચિન પાયલટે પીડિત પરિવારોની મુલાકાત કરી હતી. તે સૌથી પહેલા શહેરના છતરપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા. પાયલટે આ દરમિયાન બાળકોના મોત પર દુખ વ્યક્ત કરતા પીડિતોને દરેક સંભવ મદદનો વિશ્વાસ અપાવ્યો છે.



  આ પણ વાંચો - સુરક્ષા દળો પર હુમલાનું ષડયંત્ર રચી રહેલો ખુંખાર આતંકી શ્રીનગરથી ઝડપાયો



  સચિન પાયલટ છતરપુરા વિસ્તારમાં સંજય રાવલના ઘરે પહોંચ્યા હતા. સંજય રાવલના છ મહિનાના પુત્રનું 23 ડિસેમ્બરે સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારજનોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુરક્ષાકર્મીઓના વર્તાવ સહિત અન્ય ફરિયાદો સચિન પાયલટને કરી હતી. પાયલટે દરેક પ્રકારની મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે દોષિયો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પછી તે વિજ્ઞાન નગર વિસ્તારમાં પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા.

  107 બાળકોના મોત થયા છે
  શનિવારે પણ જેકે લોન હોસ્પિટલમાં વધુ એક બાળકનું મોત થયું હતું. બે મહિનામાં 107 બાળકોના મોત થયા છે. બાળકોના મોત પર રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રાજ્ય સરકારને નોટિસ આપી ચાર સપ્તાહમાં રિપોર્ટ માંગ્યો છે.
  Published by:News18 Gujarati
  First published:January 04, 2020, 16:20 IST