Home /News /national-international /

UPના ડોકટરે ઘાતકી રીતે પત્ની અને બે સંતાનોની હત્યા કરી લખ્યું, 'ઓમિક્રોન બધાને મારી નાંખશે'

UPના ડોકટરે ઘાતકી રીતે પત્ની અને બે સંતાનોની હત્યા કરી લખ્યું, 'ઓમિક્રોન બધાને મારી નાંખશે'

કાનપુરનો હત્યારો ડોક્ટર સહિત પરિવાર

Crime News: આરોપી ઓમિક્રોન અંગે ચિંતિત હતો. ડાયરીમાં લખ્યું હતું કે, "ઓમિક્રોન બધાને મારી નાખશે. મારી બેદરકારીને કારણે, હું એવા સ્થાને અટવાઈ ગયો છું જ્યાંથી બચવું મુશ્કેલ છે."

    UP Crime: ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી (Kanpur triple murder case) થથરાવી દેતો એક કિસ્સો સામે આવ્યો છે. કાનપુરમાં શુક્રવારે એક ડોક્ટરે તેની પત્ની અને બે બાળકોની હત્યા કરી નાંખી છે. હાલ તે ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.

    કથિત હત્યાના સ્થળેથી મળેલી ડાયરી અનુસાર, આરોપી કોરોના વાયરસના નવા ઓમિક્રોન પ્રકાર અંગે ચિંતિત હતો. ડાયરીમાં લખ્યું હતું કે, "ઓમિક્રોન બધાને મારી નાખશે. મારી બેદરકારીને કારણે, હું એવા સ્થાને અટવાઈ ગયો છું જ્યાંથી બચવું મુશ્કેલ છે."

    હત્યા કરીને ભાઇને મેસેજ કર્યો

    મળતી માહિતી પ્રમાણે, કાનપુરના રહેવાસી ડોકટર સુશીલ રામાએ શુક્રવારે સાંજે પોતાની પત્ની ચંદ્રપ્રભા, પુત્ર શિખર અને પુત્રી ખુશીને હથોડા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.એ પછી તેણે પોતાના ભાઈ સુનીલને મેસેજ કર્યો હતો કે, તુ પોલીસને જાણ કર. હું ડિપ્રેશનમાં છું.

    ડાયરીમાં ડોક્ટરે શું લખ્યુ હતુ?

    જ્યારે સુનીલ ફ્લેટ પર પહોંચ્યો ત્યારે અંદરનુ દ્રશ્ય જોઈને ડરી ગયો હતો. અંદર લાશો પડી હતી અને સાથે એક ડાયરી મળી હતી. જેમા લખ્યુ હતુ કે, હવે કોરોના નહી, ઓમિક્રોન બધાને મારીનાંખશે. હવે મૃતદેહો ગણવા નથી. મારી બેદરકારીના કારણે, હું કેરિયરના એ પડાવ પર પહોંચ્યો છું જ્યાં બહાર આવવુ મુશ્કેલ છે. મારું કોઈ ભવિષ્ય નથી એટલે હું મારા હોશ હવાસમાં પરિવારને ખતમ કરીને મારી જાતને પણ ખતમ કરવા જઈ રહ્યો છું. આ માટે બીજુ કોઈ જવાબદાર નથી.

    આ પણ વાંચો - પત્નીને ભગાડી જનાર યુવક સામે બદલો લેવા આરોપીએ માતા અને ભત્રીજાની કરી હત્યા

    ડોકટરે આગળ લખ્યુ હતુ કે, મારી બીમારીથી હું થાકી ગયો છું અને મને કોઈ ભવિષ્ય નજરે પડી રહ્યુ નથી. મારા પરિવારને હું મુસીબતમાં છોડીને જઈ શકુ તેમ નથી. મારી આંખોની બીમારીની સારવાર શકય નથી અને તેના કારણે હું આ પગલું ભરી રહ્યો છું.

    આ પણ વાંચો - લગ્નના બે દિવસ પછી યુવકે કરી આત્મહત્યા, દૂલ્હનની મહેંદી પણ સુકાઇ નથી

    પત્નીને હથોડા મારીને મારી નાંખી હતી

    નોંધનીય છે કે, પત્ની ચંદ્રપ્રભાને મારવા માટે ડોક્ટરે હથોડાનો ઉપયોગ કર્યો હતો. તેનું માથું કચડીને તેની હત્યા કરી હતી. પુત્ર અને પુત્રીનું ગળું દબાવીને તેમને ગૂંગળાવી નાખ્યા હતા. પોલીસે એવી શંકા વ્યક્ત કરી હતી કે હત્યા પછી ડોક્ટરે પણ એવું કંઈક પગલું ભર્યું હોવાની પૂરી શક્યતા છે. તેની ડાયરી પરથી જણાયું કે, તે કોરોનાના કારણે ડિપ્રેશનમાં હતો. તેનો મોબાઈલ બંધ હોવાથી પોલીસે છેલ્લાં લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ઉત્તરપ્રદેશ, ગુનો, ભારત, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन