નવરાત્રિ પર મહિલાઓને શાનદાર ગીફ્ટ, એક એવી સ્કીમ, જેમાં ફાયદો જ ફાયદો

ડિપાર્ટમેન્ટ તરફથી વૂમન વૈજ્ઞાનિક સ્કીમ-બી લોન્ચ કરી છે

News18 Gujarati
Updated: October 12, 2018, 7:45 AM IST
નવરાત્રિ પર મહિલાઓને શાનદાર ગીફ્ટ, એક એવી સ્કીમ, જેમાં ફાયદો જ ફાયદો
ડિપાર્ટમેન્ટ તરફથી વૂમન વૈજ્ઞાનિક સ્કીમ-બી લોન્ચ કરી છે
News18 Gujarati
Updated: October 12, 2018, 7:45 AM IST
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ડીએસટી)એ નવરાત્રીના પહેલા દિવસે મહિલાઓને મોટી ગીફ્ટ આપી છે. ડિપાર્ટમેન્ટ તરફથી વૂમન વૈજ્ઞાનિક સ્કીમ-બી લોન્ચ કરી છે. આ હેઠળ વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ ધરાવતી મહિલાઓને પીએચડી, એમફીલ, એમટેક અને એમએસસી કરવા માટે ડિપાર્ટમેન્ટ તરફથી વધારેમાં વધારે 30 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જોકે, આના માટે એગ્રીકલ્ચર એન્ડ એલોયડ સાયન્સ, હેલ્થ-ફૂડ એન્ડ ન્યૂટ્રીશિયન અને એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી ડેવલપમેન્ટ વિષયમાં કોઈ એક પસંદ કરવો પડશે. પોતાના સબજેક્ટમાં પ્રોજેક્ટ રજૂ કરવો પડશે અને પ્રોજેક્ટ સિલેક્ટ થવા પર સહાય મળશે. અરજી કરનારી મહિલાની ઉંમર 27થી 57 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

બુધવારે ડિપાર્ટમેન્ટના સચિવ અને આઈઆઈટી કાનપુરના સીનિયર પ્રોફેસર ડો. આશુતોષ શર્માએ દેશભર માટે દિલ્હીથી આ સ્કીમની શરૂઆત કરી દીધી છે. આના માટે પાંચ નવેમ્બર સુધી ઓનલાઈન (onlinedst.gov.in) અરજીઓ મંગાવવામાં આવી છે. પ્રો. શર્માએ જણાવ્યું કે, કોઈ પણ મહિલા જે સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ક્ષેત્રમાં રસ ધરાવે છે, તે અરજી કરી શકે છે. જો કોઈ મહિલાનું કરિયર વચમાં બ્રેક થઈ ગયું હોય અને તે ફરી શરૂ કરવા માંગતી હોય તો તે પણ અરજી કરી શકે છે. પ્રતિ મહિલાને વધારેમાં વધારે 30 લાખની સહાય કરવામાં આવશે. પ્રો. શર્મા અનુસાર, આનાથી મહિલાઓની વિજ્ઞાનમાં રૂચી વધશે અને તેને શોધ કરવાના નવા અવસર મળશે. તમને જણાવી દઈએ કે, ડીએસટી કેન્દ્ર સરકારનો એક સ્વતંત્ર વિભાગ છે. આનું પ્રમુખ કામ વિજ્ઞાન અને તકનીકી શિક્ષાને પ્રોત્સાહન આપવાનું છે.

આ છે પ્રક્રિયા

તમારે ડીએસટીની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. નિર્ધારિત વિષયો અને કોર્સમાં એડમિશન લીધા બાદ પ્રોજેક્ટ સિલેક્ટ થવા પર તમને દર મહિને સહાય મળતી રહેશે. આ સિવાય જો મહિલા પહેલાથી જ પીએચડી કે નક્કી કરેલા કોર્સનો અભ્યાસ કરી રહી છે, તે પણ અરજી કરી શકે છે. જોકે, તેની ઉંમર 27થી 57 વર્ષ વચ્ચેની જ હોવી જોઈએ.
First published: October 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...