યુપીમાં પણ મુઝફ્ફરપુર જેવો કાંડઃ દેવરીયા શેલ્ટર હોમમાં દેહ વેપારનો ખુલાસો

News18 Gujarati
Updated: August 6, 2018, 10:14 AM IST
યુપીમાં પણ મુઝફ્ફરપુર જેવો કાંડઃ દેવરીયા શેલ્ટર હોમમાં દેહ વેપારનો ખુલાસો
અહીં સાંજે ચાર વાગ્યા પછી કેટલાએ લોકો કાળા અને સફેદ રંગની કાર લઈ આવે છે અને મેડમને મળી છોકરીઓને લઈ જતા રહે છે.

અહીં સાંજે ચાર વાગ્યા પછી કેટલાએ લોકો કાળા અને સફેદ રંગની કાર લઈ આવે છે અને મેડમને મળી છોકરીઓને લઈ જતા રહે છે.

  • Share this:
બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમની જેમ દેવરીયાના નારી સંરક્ષણ ગૃહમાં પણ દેહ વ્યાપાર કરાવવાનો ખુલાસો થયો છે. રવિવારે સાંજે સંરક્ષણ ગૃહમાંથી ભાગી ગયેલી એક છોકરીએ જ્યારે પોલીસને આ જાણકારી આપી તો હાહાકાર મચી ગઈ. પોલીસે રાત્રે જ સંરક્ષણ ગૃહ પર રેડ કરી તો, 42માંથી 18 છોકરીઓ ગાયબ હતી. પોલીસે 24 છોકરીઓને મુક્ત કરાવી સંચાલિકા અને તેના પતિની ધરપકડ કરી છે.

પોલીસ અધિક્ષક રોહન પી કન્વયે જણાવ્યું કે, મા વિંધ્યવાસિની મહિલા અને બાલિકા સંરક્ષણ ગૃહ નામના એન્જીઓના લીસ્ટમાં 42 છોકરીઓના નામ નોંધાયેલા છે, પરંતુ જ્યારે રેડ કરવામાં આવી તો, માત્ર 24 છોકરીઓ મળી આવી. બાકી 18 છોકરીઓની શોધ કરવામાં આવી રહી છે. નારી સંરક્ષણ ગૃહ વિશે લાંબા સમયથી ફરિયાદ મળી રહી હતી.

અનિયમિતતાના કારણે તેની માન્યતા જૂન-2017માં ખતમ કરી દેવામાં આવી હતી. સીબીઆઈએ પણ સંરક્ષણ ગૃહની અનિમિતતાઓમાં ચિહ્ન કરી રાખ્યું હતું. સંચાલિકા હાઈકોર્ટમાંથી સ્ટે લાવીને તેને ચલાવી રહી હતી.

એસપીએ જણાવ્યું કે, બિહારના બેતિયા જીલ્લાની 10 વર્ષની બાળકી મહા મુસીબતે સંરક્ષણ ગૃહમાંથી બહાર નીકળી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી. તેણે અહીં સંરક્ષણ ગૃહની અનિમિતતા વિશે જણાવ્યું. બાળકીના જણાવ્યા અનુસાર, અહીં સાંજે ચાર વાગ્યા પછી કેટલાએ લોકો કાળા અને સફેદ રંગની કાર લઈ આવે છે અને મેડમને મળી છોકરીઓને લઈ જતા રહે છે, તે મોડી રાત્રે રોતા-રોતા પાછી ફરે છે. સંરક્ષણ ગૃહમાં પણ ખોટુ કામ થાય છે.

એસપીએ જણાવ્યું કે, પોલીસે રાત્રે જ નારી સંરક્ષણ ગૃહમાં રેડ કરી. અહીંના રજિસ્ટરમાં અલગ-અલગ ઉંમરની 42 છોકરીઓના નામ નોંધાયેલા છે. પરંતુ જ્યારે બધાની તપાસ કરી તો 18 છોકરીઓ ગાયબ મળી. સંચાલિકા ગિરિજા ત્રિપાઠી અને પતિ મોહન આ મુદ્દે સંતોષકારક જવાબ આપી રહ્યા ન હતા. બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલામાં માનવ તસ્કરી, દેહ વ્યાપાર અને બાળ મજૂરીની કલમો લગાવી ગુનો નોંધવામાં આવ્યો છે.

સખત કાર્યવાહી થશે - ડીજીપીઆ મામલે ખુલાસો થયા બાદ ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે, ગેરકાયદે સંરક્ષણ ગૃહની સૂચના બાદ પોલીસે રેડ કરી 24 છોકરીઓને મુક્ત કરાવી છે. દેવરીયા એસપીને દોષી લોકો સામે સખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
First published: August 6, 2018
વધુ વાંચો
अगली ख़बर